Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પૂર્તિ : સદ્ગત ગણિવર્ય અને સુરિરત્ન (લેખ છે. હીરાલાલ ૨, કાપડિયા એમ. એ.) આજે કેટલાંક વર્ષોથી “શ્રીમુક્તિ-કમલ-જૈન–મેહનમાલાગત “મુક્તિ અને “કમલથી શું અભિપ્રેત છે તેની મને જિજ્ઞાસા રહેતી હતી કેમકે એ વિષે આ ગ્રન્થમાલાના કેઈ પુપમ એ મારી જિજ્ઞાસાને તૃપ્ત કરે તેવું લખાણ કરેલું જણાયું ન હતું સદ્ભાગ્યે મુનિશ્રી યશોવિજયજીને આ વાત કહી. એ ઉપરથી એમણે મને દેવભક્તિમાલા નામનું પુસ્તક મેકલાવ્યું અને મુક્તિ અને કમલથી નિર્દી શાયેલા બે મુનિવરોને સંક્ષિપ્ત પરિચય લખી આપવા સૂચવ્યું.
બા મુક્તિવિજયજી ગણિવર્યના પ્રશિષ્ય અને પ્રવિજયકમલસરિજીના શિષ્ય શ્રીદેવવિજયણિએ ઉપર્યુક્ત દેવભક્તિમાલામાં લગભગ પ્રારંભમાં ૫ ૧-૧૭માં ગણિથી મુક્તિવિજયજી ઉ શ્રી મૂળચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર આલેખ્યું છે, ત્યાર બાદ એમણે પૃ ૧૮-૫માં પિતાના ગર માવજયકમલરિજનું વિસ્તૃત જીવનચરિત્ર અઠ પ્રકરણમાં રજૂ કર્યું છે. એના આધારે હું સૌથી પ્રથમ મણિવર્ય મુક્તિવિજયજીની જીવનઝલક રજૂ કરું છું.
મુખ્ય પ્રસંગે: જન્મ શિયાળકોટમાં વિ. સં. ૧૮૮૬માં, સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા વિ. સં. ૧૯૦૨માં સગી દીક્ષા મણિવિજયજી પાસે અમદાવાદમાં વિ. સં. ૧૯૧૨માં. ગણિપદવી અમદાવાદમાં વિ. સં. ૧૯૨૩માં અને સ્વર્ગવાસ ભાવનગરમા વિ. સં. ૧૯૪૫માં.]
આ ગણિવર્યને જન્મ પંજાબના શિયાળકેટ' નગરમાં સવારજ્ઞાતીય સ્થાનકવાસી સુખાશાની પત્ની બરબાઈની કુક્ષિએ વિ. સં. ૧૮૮૬માં થયેલ હતું. એમનું નામ “મૂળચંદ' પડાયું હતું. ચૌદ વર્ષ : સુધીમાં એમણે વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને કોઈ એક