Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 245
________________ સદ્દગત ગણિવર્ય અને ચૂરિયન શ્રાવિજયકમલસૂરિનની જીવનઝરમર [નોંધપાત્ર બનાવો : જન્મ પાલીતાણામાં વિ. સં. ૧૯૧૩માં, દીક્ષા અમદાવાદમાં વિ. સં. ૧૯૩૬માં, વડી દીક્ષા અમદાવાદમાં વિ. સં. ૧૯૩૭માં, ગણિ- વ્યાસ પદવી લબડીમાં વિ. સં. ૧૯૪૭માં, આચાર્ય' પદવી અમદાવાદમાં વિ. સં. ૧૯૭૪માં અને સ્વર્ગગમન બારડોલીમાં વિ. સં. ૧૯૭૪માં 3 રાધનપુરના નિવાસી “કોરડિયા” કુટુંબમાંના નેમચંદ નાગજી કેટલાક વર્ષોથી પાલીતાણામાં રહેતા હતા. એમને ત્રણ પુત્રો હતા. તેમાંના એકનું નામ દેવચંદ' હતું. એનાં લગ્ન મેઘબાઈ સાથે કરાતાં એ સુશીલ નારીએ વિ. સં. ૧૮૧ માં એક પુત્રરત્નને જમ આવે અને એનું નામ “કલ્યાણચંદી પડાયું. એમને ચાર ભાઈ અને એક બેન હતાં. કલ્યાણચંદ સાત વર્ષના થતાં એમના પિતા ભાવનગરમાં આવી વસ્યા. ત્યાં કલ્યાણચંદે તેર વર્ષની ઉમરમાં ગુજરાતી છ ચોપડીઓ અને બે અંગ્રેજી પુસ્તકો પૂરતું વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. આગળ ઉમર “પરવડી ગામમાં રહેવાનું થતાં વિશેષ અભ્યાસ તેઓ કરી શક્યા નહિ. તેમને અવારનવાર પાલીતાણા જવા આવવાનું થતાં તેમને વૃદ્ધયજીના સમાગમને વિશેષ લાભ મળતો હતો કાલાંતરે તેમને આ લાભ એ જ મહારાજની તલ્ફથી ભાવનગરમાં પણ ગો. અહીં દીક્ષા અપાય તેમ ન લાગવાથી વૃદ્ધિચન્દ્રજીએ પિતાના "ડલ ગુરુમાઈ મુકિતવિજયજી ગણિવર્ય પાસે કયાણચંદને દીક્ષા વાતે અમદાવાદ મોકલ્યા એ ગણિયે પિતાના મુખ્ય શિષ્ય ગુલાબવિજયજી સાથે વિ. સં. ૧૮૩૬માં એમને નજીકના ગામડામાં મોકલી દીધા અને ત્યાં એ જ વર્ષમાં ગણિવર્ય મુક્તવિજયજીના શિષ્ય તરીકે એમને દીક્ષા આ પાઈ અને એમનું નામ “ કમલવિજય” પડાયું. વિ. સં. ૧૮૭માં એમને વડી દીક્ષા પણ અમદાવાદમાં અપાઈ. વિ. સં. ૧૯૩૮નું ચાતુર્માસ પણ અમદાવાદમાં જ થતાં એમને ભણવાની સાથે

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252