Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટય એક વેળા એ પ્રભાવતી નૃત્ય કરતી હતી અને એને પતિ ઉદાયના રાજા વીણા વગાડતે હતા એવામાં એણે પ્રભાવતીનું મસ્તક જોયું નહિ. એથી ધીરજ ખેઇ બેઠો અને વીણાનું વાદન ભ્રષ્ટ થયું અસ્તવ્યસ્ત બન્યું. પ્રભાવતીએ કહ્યું? શું નૃત્ય દેલવાળું હતું ? રાજાએ એને આગ્રહ થતાં સાચી વાત કહી. આવસ્મયની હારિભદ્રીય વૃત્તિ (પત્ર ૨૯૮૪)માં આ જ હકીકત લગભગ અક્ષરશઃ અપાઇ છે.
ઇન્ડે જેલું “આનન્દ નાટક અને “તાંડવ નૃત્ય – દિગંબર આચાર્ય વીરસેનના શિષ્ય આચાર્ય જિનસેને કસાયપાહુડ ( કષાયાભુત ) ઉપર એમના ગુરુ વીરસેને રચવા માંડેલી ટીકા શકસંવત ૭૫માં પૂર્ણ કરી હતી. એ જિનસેને મહાપુરાણ રચવાનું કાર્ય શરૂ કર્યું હતું પરંતુ એઓ એના આઘા ભાગરૂપ આદિપુરાણના ૪૩મા પર્વના ત્રણ જ લેક સુધીની રચના કરી શક્યા. આ આદિ પુરાણના ૧૪મા પર્વમાં લો. ૯૫-૧૫૮માં ઇન્દ્રના “આનન્દ નાટક અને તાંડવ નૃત્યનું વિસ્તૃત અને આલંકારિક વર્ણન છે. એને સાર હું અહીં આપું છું –
ઇ નૃત્યની શરૂઆત કરી ત્યાં તે સંગીતવિદ્યાના જાણકાર ગન્ધર્વોએ પિતાનાં વાદ્યો સજજ કરી સંગીતને પ્રારંભ કર્યો. કોઈએ પહેલાં જે કાર્ય કર્યું હોય તેનું અનુકરણ કરવું તે “નાટય' કહેવાય છે. એ નાટય નાટયશાસ્ત્ર અનુસાર હેવું જોઈએ અને એના વાસ્તવિક જ્ઞાતા તે ઇન્દ્ર વગેરે છે. એ ઇન્દ્ર જાતે જ જ્યારે નાટય યાને નૃત્ય કરે ત્યારે શું બાકી રહે ? વિવિધ પાઠો અને શારીરિક ચિત્ર-વિચિત્ર અભિનયથી યુક્ત એવું એનું નૃત્ય મહાત્માઓને જોવા અને સાંભળવા લાયક હતું. એ સમયે અનેક વાદ્યો વાગી રહ્યાં હતાં અને સમસ્ત પૃવી રંગભૂમિ