Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
go
સંગીત, નૃત્ય અને નાટ્ય
પૃથ્વી હાલવા લાગી, કુલપર્વતે અસ્થિર બન્યા અને સમુદ્ર લહેરાવા લાગે, ઈન્દ્ર ચક્કર ચક્કર ફરતે હતો ત્યારે એના મુગટના મણિઓની પંક્તિ અલાતચક્ર ( ઊંબાડિયા) જેવી જણાતી હતી. ઇન્દ્રના નૃત્યથી પૃથ્વી તેમ જ સમુદ્ર ક્ષેભ પામી ગયાં હતાં. ઇન્દ્ર ક્ષણભરમાં એક જણો તે ક્ષણભરમાં અનેક દેખાતે. ક્ષણમાં એ સર્વત્ર વ્યાપી દેખાતે તે ક્ષણમાં એક જ સ્થળે ના જણાત. ક્ષણમાં દૂર તે ક્ષણમાં નજીક અને ક્ષણમાં આકાશમાં અદ્ધર તે ક્ષણમાં જમીન ઉપર જણને હતું. આમ એણે પિતાનું સામર્થ્ય જણાવ્યું ત્યારે જાણે એણે ઈન્દ્રજાળને ખેલ કર્યો હોય એમ લાગતું હતું. - ઇન્દ્રની ભુજારૂપ શાખાઓ ઉપર મંદ મંદ હસતી અપ્સરાઓ લીલાપૂર્વક ભવાંરૂપ લતાને હલાવતી અને જાતજનતા પાદન્યાસ અને અંગહારપૂર્વક નાચતી હતી. કેટલીક દેવનતંકીઓ વર્ધમાન ( વધતા જતા ) લય સાથે, કેટલીક “તાંડવ” નામના લાસ્ય ( નૃત્ય ) સાથે અને કેટલીક વિચિત્ર અભિનયપૂર્વક નાચતી હતી. કેટલીક દેવીએ વીજળીનું અને કેટલીક ઇન્દ્રનું શરીર ધારણ કરી નાટયશાસ્ત્ર અનુસાર પ્રવેશ તથા નિષ્કમણ દર્શાવતી નાચતી હતી. એ સમયે એ દેવીઓ કલ્પવૃક્ષ ઉપર ફેલાયેલી કલ્પલતાઓ જેવી લાગતી હતી. ઇન્દ્ર જ્યારે એ દેવીઓની સાથે ચક્કર ચક્કર ફરતા હતા ત્યારે કઈ ચક્ર ખૂબ ઘૂમતું હોય એમ લાગતું હતું. હજાર આંખ ધારણ કરનાર ઇન્દ્ર વિકસિત કમળાથી સુશોભિત સરોવર જેવો જ હતા તે દેવાંગનાએ કમલિની જેવી દેખાતી હતી. નૃત્ય કરતી વેળા કેટલીક દેવીઓનું પ્રતિબિંબ પિતાના હારમાં પડતું હતું. એથી એમ ભાસતું હતું કે ઇન્દ્રની બહુરૂપિણી વિદ્યા નત્ય કરે છે. કેટલીક દેવીઓ ઇન્દ્રના હાથમાં આંગળીઓ ઉપર ચરણુપલ્લવ મૂકીને લીલાપૂર્વક નૃત્ય કરતી હતી. તેથી એવો ભાસ થતો હતો કે જાણે એ “સચીનાટ” કરે છે. કેટલીક દેવીઓ સુંદર પ સહિત ઈન્દ્રની આંગળીના