Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જેને ઉલેખે અને ગ્રન્થ
અગ્ર ભાગ ઉપર પિતાની નાભિ રાખી ચક્કર ચક્કર ફરતી હતી. એથી વાસની લાકડી ઉપર ચઢી એના અગ્ર ભાગ ઉપર નાભિ રાખી ચક્કર ચક્કર ફરતી હોય એવી એ જણાતી હતી. એ સમયે નાટય-રસ દેવીઓમાં ટાક્ષ, કપાળ, ચરણ, હાથ, વદન, નેત્ર, નાભિ અને કટિપ્રદેશમાં એક યા બીજી રીતે વ્યાપી ગયેલ જણાત હતો.
જે જાતની ચેષ્ટા (પ્રવૃત્તિ) ઇન્દ્ર કરતે તે જ પ્રવૃત્તિ એનાં પાત્ર પણ કરતાં હતાં. એના નૃત્યમાં જે રસ, ભાવ અને અનુભાવ હતાં તે જ પાત્રમાં હતાં. દેવનર્તકીઓને પિતાની ભુજાઓ ઉપર નચાવનારે ઈન્દ્ર એવો જણ હતું કે જાણે કોઈ યંત્ર ચલાવનાર યંત્રની પટીઓ ઉપર લાકડાની પૂતળીઓને નચાવે છે. ઇન્દ્ર નત્ય કરતી દેવનતંકીઓને કોઈ વાર આકાશમાં ચલાવતું હતું તે. કઈ વાર સામે દેખાતી હોય તેવી બતાવતા હતા. વળી ક્ષણમાં એ એને અદશ્ય કરી દેતા હતા. આમ જાણે એ ઇન્દ્ર ઇન્દ્રજાળને ખેલ કરતા ન હોય એવો ખ્યાલ ઊભું કરતો હતો. કેટલીક વાર ઇન્દ્ર દેવનર્તકીએ જે એની ભુજાઓ ઉપર નાચતી હતી તેને ગુપ્ત રૂપે જ્યાં
ત્યાં ઘુમાવો હતે. એથી એ બાજીગર ન હોય એમ લાગતું હતું. ઇન્દ્ર પિતાની એક બાજુની ભુજાઓ ઉપર તરુણ દેવને તે બીજી બાજુની ભુજાઓ ઉપર તરુણ દેવીઓને નચાવતું હતું. વળી અદ્ભુત વિક્રિયાની શક્તિ દેખાડતે એ ઇન્દ્ર પિતાની ભુજાઓ ઉપર પોતે પણ નૃત્ય કરતે હતો. ઇન્દ્રની ભુજારૂપ રંગભૂમિ ઉપર દેવો અને દેવાંગતાઓ પ્રદક્ષિણા ફરતાં ફરતાં નૃત્ય કરતાં હતાં તે સમયે ઇન્દ્ર સૂત્રધાર જેવો જણાતે હતા. એ સમયે એક બાજુ તે દીપ્ત અને ઉદ્ધત રસથી ઓતપ્રેત “તાંડવ નૃત્ય થઇ રહ્યું હતું તે બીજી બાજુ સુકુમાર પ્રગપૂર્વકનું 'લાસ્ય નૃત્ય થતું હતું. આ પ્રમાણેનાં વિવિધ રસવાળાં ઉત્કૃષ્ટ અને આશ્ચર્યજનક નય દર્શાવી ઈન્કે “આનન્દ નાટક પૂરું કર્યું.