Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પહેલું ] સારીગમનું વિરાટ સવરૂપ (લે. ૧૨૭)માં નિષાદ અને “નિષદ' એમ બને છે પ્રચલિત નામ તે “નિષાદ” છે.
સ્વરનાં પાઠથ નામ – જેનેના ઠાણ (સં. સ્થાન) નામના એક આગમમ-ધર્મગ્રંથમાં સંગીતને અંગે વિવિધ બાબતે વિચારાઇ છે. એમાંની એક તે સંગીતના સાત રવરોનાં નામ છે. એ પાઈય (પ્રાકૃત) નામો આ ઠાણમાના સાતમા સ્થાનમાં ૫૫૩મા સૂત્રમાં નીચે મુજબ અપાયાં છે –
(૧) સજજ, ૨) રિસભ, (૩) ગન્ધાર, (૪) મઝિમ, (૫) પંચમ, (૬) ઘે(?ધઈ)વત અને (૭) નિસાત.
મુદ્રિત પુસ્તકમાં “ધેવત પાઠ છે પણ ખરી રીતે “ધઈવત” હશે–હે જોઈએ એમ માનવા હું લલચાઉં છું.
આ “ઠાણમાં તેમ જ અણુમાંના ૧૨૭મા સત્રમાં (? રઈ)વત (સં. રેવત) એવું “ધેવતનું નામતિર નજરે પડે છે અને આ આગમની વૃત્તિમાં પણ એ નામાંતર જોવાય છે. આથી પ્રશ્ન એ ઉદભવે છે કે શું કાઈ આ કરતાં વિશેષ પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથમાં સંગીતના છઠ્ઠા સ્વરનું નામ “રઈવત” કે “રેવત’ (સં. રૈવત) મળે છે ખરું? અને તેમ હોય તે એને અત્યર્થ શો છે ?
સારીગમની નિષ્પત્તિ – ઉપર જે "સજજ” વગેરે નામો મેં ગણાવ્યાં છે તે પ્રત્યેકનો આધ અક્ષર એકત્રિત કરતાં “સરિગમપધનિ’ બને છે. આનું સંક્ષિપ્ત સ્વરૂપ–એને “વામન અવતાર તે “સરિગમ”
છે. તેમ છતાં એને “સારીગમ” અને “સારેગમ” તરીકે ઉલ્લેખ ' કરાતે જોવાય છે.
૧ આ મારી કલ્પના છે. એ માટે મને કોઈ પુરાવો મળ્યો નથી.