Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
૯૮
સંગીત, નૃત્ય અને નાટ્ય (પરિશિષ્ટ રિસભ-ગળ્યા-મઝિમ-પ૪મ-ધઈત-નિષ્ણાત છે અને એ પૂર્વકની પણ પહેલાને પૂર્વ જ એમ જે ઉત્તર વધારે વિશાળ સ્વરૂપવાળા પૂર્વજોની પરંપરાને લંબાવાય તે એ શબ્દબદ્ધમાં વિશાંતિ પામે. જે શબ્દ બહાને આપણે મહાકાય વડનું વૃક્ષ કપીએ તે “સરિગમને એનું બીજ ગણી શકાય. “સરિગમ' એ શબ્દામપ-વિષ્ણુને વામન અવતાર છે, જ્યારે શબ્દછાપ વિષ્ણુ એ “સરિગમબુ વિરાટ સ્વરૂપ છે. બાકીનાં “સારીમમ” વગેરે સ્વરૂપ આ બે કોટિનાં મધ્યવર્તી છે.
હિંદુ મિલન મંદિર (૧ ૮, અ. ૧; જાન્યુઆરી, ૧૯૫૬) '
૧ આ શબ્દ કદી ઉદ્ભવ્ય જ નહિ હશે એમ ખાતરીપૂર્વક કહી શકાય તેમ હેય તે હું એવી કલ્પના કરું છું કે “સરિગમપધેનિ” એવી સંજ્ઞા યોજાયા બાદ કાલાંતરે ઉચ્ચાર કે લખાણમાં કઈક કારણથી પરિવર્તન થતાં એ સંજ્ઞાનું “સરિગમ પધનિ' એવું રૂપાંતર થયું. આ કલ્પના યથાર્થ હોય તે એમ કહી શકાય કે “સરિગમપધેનિ' એ “સરિગમપધનિ અને પૂર્વે જ છેએનું પૂર્વવર્તી સ્વરૂપ છે.