Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટ્ય [પરિશિષ્ટ જે આ પઘ ખરેખર સુપ્રસિદ્ધ શંકરાચાર્યનું જ રચેલું હેય તે. એમને સમય લોકમાન્ય ટિળકે ઈ. સ. ૭૮૮થી ૮૨૦ને દર્શાવ્યા છે તે સ્વીકારતાં એમ ફલિત થાય છે કે “ સરિગમપધનિને સંસ્કૃત સાહિત્યમાં સ્થાન અપાયાને લગભગ બાર સે વર્ષ તે થયાં જ છે.
માઠી ઉલેખ – શકસંવત ૧૫૯૬માં મરાઠીમાં રુકિમણીસ્વયંવર રચનારા અને ‘ચિત્રકવિ' તરીકે ઓળખાવાતા બીડકર વિલે મરાઠીમાં કેટલાંક ભિન્ન ભિન્ન ચાલનાં પદો રચ્યાં છે. એમાંના એક પદમાં એમણે પિતાને વિષે જે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે તેમાં “સારીગમપધની” પ્રયોગ જેવાય છે –
ગાયક વિઠ્ઠલ સારીગમપધની”. આમ જેમ મહારાષ્ટ્રના કવિને મરાઠીમાં લગભગ સાડા ત્રણ વર્ષ ઉ૫રને ઉલેખ મળે છે તેમ ગુજરાતના કોઈ કવિને એટલે કે એથી વિશેષ પ્રાચીન ઉલ્લેખ હેય તે તે જોવા જાણવામાં નથી.
સ્વરની સંખ્યા – સ્વર સાત જ કેમ એ પ્રશ્ન અણુનાં ત્રણ વિવરણમાં તેમ જ ઠાણની અભયદેવસરિકત ત્તિમાં ઉપસ્થિત કરાય છે. ત્યાં કહ્યું છે કે કાર્ય કરણ ઉપર આધાર રાખે છે. જીભ એ સ્વરની ઉત્પત્તિનું કારણ છે-કારણ છે અને જીભ તે દીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તેમ જ પચેન્દ્રિય એમ ચાર પ્રકારના છાને છે અને એ હિસાબે એ અસંખ્ય થઈ. પ્રત્યેક જીભ સ્વર
-
* ૧-૨ જુએ પુ. ૧૦
૩. ત્રણ વિવરણે તેમ જ વૃત્તિ માટે બચુ, અહ, હે અને ઠામ એવી સંજ્ઞા મેં અનુક્રમે યોજી છે.'