SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત, નૃત્ય અને નાટ્ય [પરિશિષ્ટ જે આ પઘ ખરેખર સુપ્રસિદ્ધ શંકરાચાર્યનું જ રચેલું હેય તે. એમને સમય લોકમાન્ય ટિળકે ઈ. સ. ૭૮૮થી ૮૨૦ને દર્શાવ્યા છે તે સ્વીકારતાં એમ ફલિત થાય છે કે “ સરિગમપધનિને સંસ્કૃત સાહિત્યમાં સ્થાન અપાયાને લગભગ બાર સે વર્ષ તે થયાં જ છે. માઠી ઉલેખ – શકસંવત ૧૫૯૬માં મરાઠીમાં રુકિમણીસ્વયંવર રચનારા અને ‘ચિત્રકવિ' તરીકે ઓળખાવાતા બીડકર વિલે મરાઠીમાં કેટલાંક ભિન્ન ભિન્ન ચાલનાં પદો રચ્યાં છે. એમાંના એક પદમાં એમણે પિતાને વિષે જે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે તેમાં “સારીગમપધની” પ્રયોગ જેવાય છે – ગાયક વિઠ્ઠલ સારીગમપધની”. આમ જેમ મહારાષ્ટ્રના કવિને મરાઠીમાં લગભગ સાડા ત્રણ વર્ષ ઉ૫રને ઉલેખ મળે છે તેમ ગુજરાતના કોઈ કવિને એટલે કે એથી વિશેષ પ્રાચીન ઉલ્લેખ હેય તે તે જોવા જાણવામાં નથી. સ્વરની સંખ્યા – સ્વર સાત જ કેમ એ પ્રશ્ન અણુનાં ત્રણ વિવરણમાં તેમ જ ઠાણની અભયદેવસરિકત ત્તિમાં ઉપસ્થિત કરાય છે. ત્યાં કહ્યું છે કે કાર્ય કરણ ઉપર આધાર રાખે છે. જીભ એ સ્વરની ઉત્પત્તિનું કારણ છે-કારણ છે અને જીભ તે દીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તેમ જ પચેન્દ્રિય એમ ચાર પ્રકારના છાને છે અને એ હિસાબે એ અસંખ્ય થઈ. પ્રત્યેક જીભ સ્વર - * ૧-૨ જુએ પુ. ૧૦ ૩. ત્રણ વિવરણે તેમ જ વૃત્તિ માટે બચુ, અહ, હે અને ઠામ એવી સંજ્ઞા મેં અનુક્રમે યોજી છે.'
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy