Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પુરવણી
વાદન, બાન અને નૃત્ય – “એવુઈ' ( નિતિ ) કુળના માનદેવસરિના શિષ્ય શીલાચાર્યે ચઉપન્નમહાપુરિસચરિય વિ. સં. ૯રપમાં રચ્યું છે. એમાં એમણે મહાવીરસ્વામીના નિર્વાણ- મહત્સવનું વર્ણન કરતાં નીચે મુજબ કથન કર્યું છે –
વાદન અને ગાન – ભગવાનના દેહનું મજજનાદિ કાર્ય પૂર્ણ કરી દેવોએ પટહ, દુદુભિ, ભેરી, મૃદંગ ઈત્યાદિ વાદ્યો વગાડ્યાં. સાથે સાથે ઘૂમીને રાસ લેતાં તેમણે તાલીઓ પાડી અને એકીસાથે ગાયન ગાયાં. એ સમયે દેવાંગનાઓએ, કિન્નરીઓએ અને ગધર્વ સુન્દરીઓએ ગીતે ગાયાં.
નૃત્ય – ત્યાર પછી દેવાંગનાઓએ-અપ્સરાઓએ રસના સમૂહવાળું, લયને અનુસરતું, વિકાસ પામતા હાવભાવવાળું, સર્વને દર્શન કરાવનારું, ચારે બાજુ વસન્ત કાળના સમાન મનોહર, પ્રશસ્ત હાથની શોભાવાળું વિવિધ હાવભાવવાળું, અંગમરોડવાળું, ઉછળતા હારવાળું, રણકાર કરતા નૂપુરના સમૂહવાળું, શબ્દાયમાન ઘૂઘરીઓથી યુક્ત *કટિમેખલાની ભાવાળું, શાસ્ત્રાનુસારી લયવાળું, અનેક ભગોથી શેભતું. ગીતના પદ અનુસારે લંબાવાતું, સરખી ગતિવાળું, વિલંબિત, અને સ્વાભાવિક શોભાવાળું સુંદર નૃત્ય કર્યું.
નૃત્યપરંપરાઓ – સંગીતોપનિષસાધારમાં તેમ જ સંગીતરાજ - નૃત્યરત્નકેશમાં નૃત્યપરંપરાઓ દર્શાવાઈ છે.
ચિત્રા – અમદાવાદના દેવશાના પાડામાંના શ્રીદયાવિમલના ભંડારમાંની પસવણાકપની એક હાયપેથીના હાંસિયાઓમાં અપાયેલાં કરણે, રાગે ઇત્યાદિને લગતાં નાના આકારનાં ચિત્રો (miniature illustrations)નું પ્રકાશન ઉપયોગી થઈ પડે તેમ છે.
૧. જુઓ બહથ્રિપનિકા; બાકી બન્યારે તે રચના વર્ષ દર્શાવ્યું નથી. ૨-જ. આ અપ્સરાનાં આભૂષણે છે.