Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જૈન ઉલેખે અને ગ્રન્થ
અનુક્રમે મહુયરીગીય (મધુકરીગીત) અને સોયામણુ (સૌદામિની), એ બે નાટનો ઉલ્લેખ છે. એને પરિચય અપાય છે ખરો?
આષાઢભૂતિનું નાટક – પિડનિજ જુતિ (ગા. ૪૭૪-૪૮૦)માં આષાઢભૂતિએ પાટલીપુત્રમાં ભજવેલા “રક્રવાલ' નાટકને ઉલેખ છે. એને વિષય ભરત ચક્રવતીનું ચરિત્ર હતું. એ નાટક ભજવાયેલું જોઈને અનેક રાજાઓ વગેરેએ દિક્ષા લઈ લીધી. આમ આ વૈરાગ્યજનક નાટથી પૃથ્વી ક્ષત્રિય વિનાની થઈ જશે એમ જણાતાં આગળ ઉપર એ નાટકને નાશ કરાયું હતે
રાવણે તૈયાર કરેલી વીણા અને એનું ગીત – વિમલસૂરિએ વીરસંવત ૫૦૦માં ઉમરિય રચ્યું છે અને એમાં પદ્યનું એટલે કે સીતા પતિ રામચન્દ્રનું ચરિત્ર પદ્યમાં આલેખ્યું છે. એના “વાલિ. નિવાગમન' નામના નવમા ઉદ્દેસમાં લે. ૮૭-૮૯માં એમણે કહ્યું છે કે આ પ્રમાણે (“અષ્ટાપદ પર્વત ઉપર રહેલા વાલિ) મુનિની સ્તુતિ કરી રાવણ ત્યાંના જિનમંદિરમાં ગયા અને ત્યાં એણે પિતાની પત્નીએ સહિત બેટી પૂજા રચી. પછી “ચહાસ” ખર્શ વડે પિતાના બાહુને છેઠીને સ્નાયુમય તંત્રીના સમૂહવાળી વીણું એણે વિભ્રમપૂર્વક વગાડી અને પુણ્ય અને પવિત્ર અક્ષરો વડે એ જિનેશ્વરની સ્તુતિ કરવા લાગે. પછી એણે સાત સ્વરોથી યુક્ત એવું ગીત વિધિપૂર્વક રજૂ કર્યું. [(આ ગીત લે. ૯૦-૯૫માં અપાયું છે).
- ત્રિષષ્ટિ (પર્વ છ, સ૦ ૨, શ્લે. ૨૬૫-૨૬૮)માં કહ્યું છે કે. - ભરતે બનાવેલા ચયમાં રાવણ ગયે અને “ચન્દ્રહાસ' વગેરે શસ્ત્ર
મૂકીને અંતઃપુર સહિત એણે ઋષભદેવ વગેરેની અષ્ટપ્રકારી પૂજા કરી. પિતાની નસ ખેંચી કાઢી તંત્રીને પ્રમાઈને એ મહાસાહસિક