Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
૭૮
સંગીત, નૃત્ય અને નાટ્ય રાવણે ભક્તિપૂર્વક ભુજ વીણા વગાડી. એ રાવણ રામ-રાગથી રમ્ય રીતે વીણુ વગાડતા હતા ત્યારે અંતઃપુર સાત સ્વરથી મને ડર ગાન ગાતું હતું.
રાવણની અન્ત:પુરીઓનું નૃત્ય – પં. દેવવિજયે મોટે ભાગે હેમ રામાયણને ઉપયોગ કરીને વિ. સં. ૧૫રમાં મુખ્યતયા ગલ્લાત્મક રામાયણ રહ્યું છે. એના બીજ સર્ગ (પત્ર ૧૩૧૩આ)માં કહ્યું છે કે રાવણે અષ્ટપ્રકારી પૂજા કરી. પછી આરતી, મંગળપ્રદીપ, ગીત, નૃત્ય, વાદન ઇત્યાદિ કરતાં એની વીણની તંત્રી તૂટી. તે વેળા એણે પિતાની નસ ખેંચી કાઢી વીણું સમારી અને એને વગાડી. એણે ગાન કર્યું તે વખતે અંતાપુરીઓએ નૃત્ય કર્યું.
સેળ હજાર પત્ની સાથે રાવણે કરેલું નાટક – જિનલાભસૂરિએ વિ. સં. ૧૮૩૩માં રચેલા આત્મપ્રબંધ (પ્રકાશ ૧, પૃ. ૨૧)માં ભાવપૂજાનું નિરૂપણ કરતાં કહ્યું છે કે રાવણે “અષ્ટાપદ” પર્વત ઉપર ભરત ચક્રવતીએ કરાવેલા જિનપ્રાસદમાં ઋષભદેવાદિની દ્રવ્યપૂજા કરી. પછી મદદરી પ્રમુખ ૧૬૦૦૦ પત્નીઓ સહિત નાટ્ય કરતાં એની વીણાની તંત્રી તૂટી. તે વેળા જિનેશ્વરના ગુણગાનના રંગમાં ભંગ થવાના ભયથી એણે પિતાની નસ ખેંચી કાઢી એ વડે એને સાંધી. એ સમયની એની જિનભક્તિથી એણે “તીર્થકર—નામકર્મ ઉપાર્જન કર્યું.
સ. સની ઈ. સ. ૧૯૧૩માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિ (પૃ. ૧૭૯)માં ગાનવિમલે રચેલું જિન-ભક્તિ-ભાવના-પદ છપાયું છે. તે ભાવ-પૂજાના અંગરૂપ વાદન અને નૃત્યનું મહત્ત્વ દર્શાવતું હેબ એ હું અહીં રજૂ કરું છું –