Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટય
નામની મૂછનાથી મૂચ્છિત, બળામાં રખાયેલી. (વીણાવાદનમાં) કુશળ એવા નરકે નારી વડે સારી રીતે ગ્રહણ કરાયેલી, ઉત્તમ ચંદનના બનાવેલા કાણથી રૂડી રીતે સ્પર્શાવેલી, પ્રદેષ-સમયે તેમ જ પ્રાતઃકાળે કાણુ વડે કંપાવાયેલી, વધારે કંપાવાયેલી, ક્ષોભ પમાડાયેલી અને ઉદીરિત એવી વીણામાંથી ઉદાર, મા તેમ જ કાન અને મનને શાંતિદાયક શબ્દો સર્વ બાજુએ સર્વીશે નીકળે છે. | નાટક અને ગીત – સિહર્ષિએ વિ. સં. ૯૬૨માં “રૂપક” અન્ય તરીકે અદ્વિતીય એવી ઉપમિતિભવપ્રપચાકથા રચી છે. એના . પીઠબધમાં સંસારી જીવના મનોરથ વર્ણવતાં પૂ. માં કહ્યું છે કે કેાઈ વાર સતત વગાડાતા મૃદંગના ઇવનિથી યુક્ત, દેવસુન્દરીના (જેવા) વિભમવાળી વનિતાઓ વડે સંપાદિત તેમ જ અનેક આકારનાં કારણે અને અંગહાર વડે મનોહર એવું પ્રેક્ષણક (નાટક) જેતે હું નેન્દ્રિયને આનંદ પમાડીશ. કોઈ વાર હું મધુર કંઠવાળા (કોકિલ)ના જેવા પ્રયોગ કરવામાં પ્રવીણ થયેલા જન વડે ઉત્પન્ન કરાયેલા વાંસળી, વિણા, મૃદંગ અને કાકલી ગીતનો અવાજ સાંભળતે કન્દ્રિયને આલાદ ઉત્પન્ન કરીશ.
૧. આ મૂચ્છના ઉત્પન્ન કરનાર ગાયક પોતે મૂચ્છિત બને છે. એથી ઉપચારથી એની વીણાને પણ મૂર્શિત કહી છે. - - ૨. ખોળામાં વીણા હોય તે તે મૂચ્છનાના પ્રકષને પામી શકે એથી આ વિશેષણ અપાયું છે.
૩, વાણુ વગાડવાને દંડ.
૪. જવાની મલયગિરીય વૃત્તિ પ્રમાણે વીણાને “સ્પંદિત” કહી છે અર્થાત એને નખના અગ્ર ભાગ વડે વિશિષ્ટ સ્વર ઉત્પન્ન કરવા માટે જરાક સ્પર્શાવેલી વર્ણવી છે. ૫. આના પૃ. ૩૪માં “
બિક રદ છે. છે સહમ, મધુર અને ૨૫ણ અવાજ. . . . . .