Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જેન ઉલ્લેબ અને ગ્રન્થો એમ છ અધ્યાય છે અને એમાં અનુક્રમે ૮૫, ૮૯, ૧૧, ૮૮; ૧૪ અને ૧૫ર એમ ૭૧૭ પડ્યો છે. (અન્યત્ર ૬૧૦ છે). એના પ્રત્યેક અધ્યાયના નામના અંતમાં “પ્રકાશન” શબ્દ છે. એને બાજુએ રાખતાં એનાં નામે અનુક્રમે નીચે મુજબ છે –
(૧) ગીત, (૨) પ્રસ્તારાદિ-સપાશ્રય–તાલ, (૩) ગુણ-સ્તરરાગાદિ, (૪) ચતુર્વિધ-વાવ, (૫) નૃત્યાંગોપાંગ-પ્રત્યંગ અને (૬) અત્યપદ્ધતિ.
આ કૃતિ પશ્ચિમ ભારત અને મધ્ય પ્રદેશના વિભાગોની સંગીતવિષયક પ્રાચીન પરંપરાઓ ઉપર પ્રકાશ પાડે છે. એથી આ કૃતિ ભારતીય સંગીતને ઇતિહાસ માટે મહત્વની છે. એમાં માગ-ગીત અને માર્ગ–તાલનું નિરૂપણ નથી. એમાં વિવિધ તાલના પાટ યાને પાટવણું અર્થાત્ બોલ અપાયા છે એ એની વિશેષતા છે.
આ કૃતિ સંગીતમકરન્દ અને સંગીતપારિજાત કરતાં વધારે મહત્વની હેવાનું કેટલાક માને છે. એમાં નરચન્દ્રસૂરિને “સંગીતા” કથા છે. સુધાકલશે “માલધારી ” અભયચન્દ્રસૂરિના સંતાનય અમર ચન્દ્રસૂરિને “સંગીતશાસ્ત્રવિશારદ” તરીકે ઉલ્લેખ કર્યો છે.
સુધાકલશ એ શાદેવકૃત સંગીતરત્નાન્વિના પ્રથમ વૃત્તિકાર છે. એમણે પિતાની વૃત્તિમાં સંગીતસમયસારમાંથી અનેક અવતરણ આપ્યાં છે.
ગીતમંડન – આ સંગીતમંડન એ અલંકારમંડન વગેરેના - પ્રણેતા અને માળવા-માંડવગઢના સુલતાન આલમ શાહના મંત્રી