Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જૈન ઉલલે છે અને ગ્રન્થ ૬૯ બની ગઈ હતી અને ઇન્દ્ર જાતે મહાનટ હતો. આ નાટ્યનું ફળ ધર્માદિ ત્રણ વર્ગની સિદ્ધિ અને પરમાનન્દની પ્રાપ્તિ એ હતું.
ઇન્દ્ર રાષભદેવના જીવનની વિશિષ્ટ ઘટનાઓને રજૂ કરતું નાટક શરૂ કર્યું. તેમાં સૌથી પ્રથમ એમના ગર્ભવતારને લક્ષીને અને પછી એમના જન્માભિષેકને ઉદ્દેશીને નાટક શરૂ કર્યું. ત્યાર બાદ એમના મહાબલ વગેરે દસ પૂર્વ ભવ – દસ અવતાર સંબંધી વૃત્તાન્ત રજુ કરનારું અને અનેક રૂપ દર્શાવનારું એક પછી એક નાટક શરૂ કર્યું. એ સમયે સૌથી પ્રથમ એણે મંગલાચરણ કર્યું અને સાવધાન બની પૂર્વસંગને પ્રારંભ કરતાં એણે પુષ્પાંજલિનું ક્ષેપણ કર્યું અને “તાંડવ નૃત્યની શરૂઆત કરી. એ સમયે મંગલમય વસ્ત્રાભૂષણ ધારણ કરેલા એ ઇન્કે નાન્દી કરી અને એ પૂર્ણ થતાં રંગમંડપમાં કમર ઉપર બે હાથ રાખી પ્રવેશ કર્યો. તાલની સાથે પગ ઉપાડી ઈન્દ્ર રંગમંડપમાં ચારે બાજુ ઘુમે. “તાંડવ નૃત્ય શરૂ થયું ત્યારે દેવેએ પુષ્પની વૃષ્ટિ કરી હતી. પુષ્કર, વીણા, મેરલી વગેરે વાદ્યો વાગતાં હતાં અને તાલપૂર્વક સંગીતના સૂર સંભળાતા હતા. વીણા વગાડનારી કિન્નરીઓ કમળ, મનોહર, કંઈક કંઈક ગંભીર અને સૂક્ષ્મ રૂપથી ગાતી હતી.'
ઈન્ડે સૌથી પ્રથમ શુદ્ધ એટલે કે કાર્યાન્તરથી રહિત પૂર્વસંગને પ્રયાગ કર્યો અને પછી કરણે અને અંગહાર દ્વારા વિવિધ પ્રગ કર્યા. ઇન્દ્ર ચરણ, કમ્મર, કંઠ અને બંને કરને અનેક રીતે ઘુમાવી ઉત્તમ રસ પૂરે પાડતું “તાંડવ નૃત્ય કર્યું. જે સમયે ઈ એક હજાર મેટા અને મને હર હાથ વિક્રિયાથી બનાવી નૃત્ય કરવા માંડયું તે વેળા ( ૧ “ાટી૪૪માનતારમૂજઈનમુનો | , તેવીળથતીfમઃ નિરીમિરનુકવામૂ | ૧૧૮ છે”