Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જૈન ઉલેખે અને ગ્રન્થ ૬૭ રચનામાં નિપુણ છે; અને મિત્રવતી કથાવિજ્ઞાનના અતિશય અને નાટયવૃત્તમાં વિશારદ છે .
કેશાનું નૃત્ય – આવશ્યયની ઉપર્યુક્ત ચણિ (પત્ર ૫૫૪૫૫૫)માં કહ્યું છે કે પાટલીપુત્રમાં કેશા નામની એક ગણિકા હતી. એ સંયમૂર્તિ સ્થૂલભદ્રને હાથે પ્રતિબોધ પામી શ્રાવિકા બની હતી. એક રથિકે પિતાની કળા એને બતાવી ત્યારે એ શ્રાવિકા સરસવના દાણાના ઢગલામાં સેય બેસી અને કમળના પત્ર વડે એને ઢાંકી એના ઉપર અત્ય કરી બતાવ્યું અને કહ્યું કે આ આંબાની લૂમને તે તેડી તે દુષ્કર નથી કે મેં નૃત્ય કર્યું એ પણ નથી. એ તે શિક્ષણનાં ફળ છે.
કલિ. હેમચન્દ્રસૂરિએ સ્થવિરાવલીચરિત યાને પરિશિષ્ટપર્વ રચ્યું છે. એના સ. ૮, . ૧૭૫-૧૭૬માં આ હકીકત વર્ણવતાં એમણે કહ્યું છે કે સરસવના ઢગલામાં સંય ખાસી તેને પુષ્પ અને પત્રો વડે ઢાંકી એના ઉપર કેશાએ નૃત્ય કર્યું. તેમ છતાં સેય એને ભેંકાઈ નહિ કે સરસવને ઢગલે વેરવિખેર ન થ.
ઉદાયન અને પ્રભાવતી – આવસ્મયની યુણિ (ભા. ૧, પત્ર ૩૯)માં કહ્યું છે કે ઉદાયન નામે રાજા હતા અને એ તાપને ભક્ત હતા. એને પ્રભાવતી નામની પત્ની હતી અને તે શ્રમણની ઉપાસિકા હતી. ઉદાયને એના કહેવાથી મહાવીરસ્વામીનું નામ લેતાં પેટી ઊડી શકી અને એમાંથી ગશીર્ષની પ્રતિમા નીકળી. એ રાજાએ અંતઃપુરમાં ગૃહત્યા કરાવ્યું. પ્રભાવતી સ્નાન કરી દરરોજ ત્રણ સંધ્યાએ એનું પૂજન કરતી હતી.