Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જૈન ઉલ્લેખેા અને ગ્રન્થા
-
નાટયસુન્દરીનાં નૃત્ય — આમ કુમારનાં નૃત્ય પૂરાં થતાં અનેક જણે પ્રશંસા કરી પરંતુ નાટ્યસુન્દરીએ એમના હસ્તદિન વિષે દાષા દર્શાવ્યા અને પછી રાજાની ( પોતાના પિતાની ) આજ્ઞા થતાં તાદશ વેષ વડૅ સ અંગને ઢાંકી શુભ સામગ્રીપૂર્વક નૃત્ય શરૂ કર્યું. એ વેળા કુમારીએ કરેલાં નૃત્યમાં જે જે ષવાળા હતાં તે તે દાષા ટાળીને એણે હસ્તા વડે નૃત્ય કર્યુ. પછી જેમાં ગાલ, નાક, અખની કીકી, અધર અને પચૈાધર હાલતાં હતાં એવાં શાસ્ત્રોક્ત ૬૪ હસ્તકા કરી એણે ગાલ અને ખની કીકીઓના વિપરીત ભંગ કરી બતાવ્યા.
પર
એ જોઇ પેલા વામને એ માટે કાઇ શાસ્ત્રના આધાર હાય તે તે બતાવવા નાટ્યસુન્દરીને કહ્યું. એણે ભરતના શાસ્ત્રમાં એમ હાવાનું કહ્યું. વામન આલ્બેઃ મને એ શાસ્ત્ર કંઠસ્થ છે. એમાં એવું કશું નથી. નાટ્યસુન્દરીએ ઉત્તર આપ્યા: મારી ભ્રાન્તિ થતી હશે. વામને કહ્યું: આટલું તારું જ્ઞાન છે તે એ વાત સંભવતી નથી. સભાની પરીક્ષા કરવા તે આમ કર્યું છે. પોતાની ભૂલના આમ નિર્વાહ થવાથી નાટ્યસુન્દરી રાજી થઇ અને સ્મિતપૂર્વક મુખને મરડી આગળ નૃત્ય કરવા લાગી.
આર્ કરણ — પછી ભાલાના અગ્ર ભાગ ઉપર પુષ્પ મૂકીને ડામાં અને જમણાં ખાર કરણા વડે એણે નૃત્ય કર્યુ અને તેમ કરી એણે બંધા રાજકુમારીને જીતી લીધા,
જયાનન્તનું સૂચીનૃત્ય — રાજાએ પેલા વામનને નૃત્યકળા દર્શાવવા કહ્યું એટલે પંચપરમેષ્ઠીને નમન કરી યા ગાયક્રા અને વાદકાને પસંદ કરી સમગ્ર સામગ્રીપૂર્વક એણે નૃત્ય શરૂ કર્યું. એમાં ઈર્ષાળુ રાજકુમારા પણ દેષ કાઢી શકયા નહિ. એણે રાજકુમારીએ કરેલાં તમામ નૃત્ય બરાબર રી બતાવ્યાં. પછી એણે ભાલાના અગ્ર ભાગ