Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટ્ય -જેમ રાજપ્રશ્નમાં સૂર્યાભ દેવને અંગે કથન છે તેમ અહીં ઈશાન ઇન્ડ માટે સમજવું. આમ કહી એ સૂરિએ આ પ્રસંગ સંક્ષેપમાં નીચે મુજબ વર્ણવે છે –
ઈશાન ઇન્દ્ર મહાવીરસવામી પાસે આવી દિવ્ય મંડપ રચી એ મંડપની વચ્ચે મણિપીઠિકા અને એના ઉપર સિંહાસન બનાવી એ સિંહાસન ઉપર બેસે છે. પછી એના જમણા હાથમાંથી ૧૦૮ દેવકુમારે અને ડાબા હાથમાંથી ૧૦૮ દેવકુમારીઓ નીકળે છે. ત્યાર બાદ વિવિધ વાદ્યોના અને ગીતના શબ્દોથી મનુષ્યના મનને આનંદજનક એવું કરી પ્રકારનું નાટક એ ઈશાન ઇન્દ્ર ગૌતમસ્વામી વગેરેને બતાવે છે
મેઘકુમારની ૩૨ નાટકોમાં આસક્તિ –નાયા(૨,૧, સુત ૨૦) માં કહ્યા મુજબ મેઘકુમાર આઠ કન્યા પરણ્યા બાદ પ્રાસાદમાં રહી હર પ્રકારના નાટકે જોવામાં તલ્લીન રહે છે. એ સમયે ઉત્તમ તરુણીઓ મૃદંગના મસ્તક ઉપર એવા જોરથી ઠોકતી હતી કે જાણે એ
ચન્દ્રાદિએ ભજવેલાં ૩૨ નાટક – પુષ્ક્રિયાને જૈન આગમના દસમા વિંગ તરીકે ઓળખાવાય છે. એમાં મહાવીર સ્વામી સમક્ષ સુર્યાભ દેવની પેઠે ચન્દ્ર નામના ઈન્દ્ર, સૂર્ય, શુકે, બહુપુત્રિકા દેવીએ, પૂર્વભ, માણિભદ્ર, દત્ત, શિવે, બલે અને અનાદતે ( અનાઢવું ) નાટચવિધિ બતાવાયાને ઉલેખ છે.
દશાણભદ્રના ગર્વને ગલનાથે પુષ્કરિણી વગેરેની રચના – આવાસય નામના જૈન આગમ અને એની “શ્રુતકેવલી” ભદ્રબાહુસ્વામીએ રચેલી મનાતી નિજજુન ઉપર કોઈકની – કેટલાકના મતે જિનદાસગણિ મહત્તરની યુણિ છે તેમ જ એ મહત્તર પછી દોઢેક
૧ આ મત યથાર્થ નથી, જુએ જ્ઞાનાંજલિ (પૃ. ૮૨).