Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
૬૦ સંગીત, નૃત્ય અને નાટ્ય
ઉપર્યુક્ત કર નાટકે શ્રમણ નિર્મને બતાવી મહાવીર સ્વામીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરી એ દેવકુમારે અને દેવકુમારીઓ પોતાનાં . અધિપતિ સૂર્યાભ દેવ પાસે ગયા અને એને વિજયથી વધાવી નાટકે દેખાડી આવ્યાનું કહ્યું. ત્યાર બાદ એ સૂર્યાભ દેવ પિતાની એ દિવ્ય માયા સંકેલી લીધી અને એક ક્ષણમાં એ હતું તેવો થઈ ગયો અને મહાવીરસ્વામીને વંદન કરી પરિવાર સહિત પિતાને સ્થાને ગયો.
નાટકનાં નામ – જીવા (પડિ. ૦, ૧, ૨, સુત ૧૪૧) “ઉપરની મલયગિરિરિકૃત વૃત્તિ (પત્રર૪,આર૪૭અ) જતાં જણાય -છે કે ઉદ્યમશ્રમન, આગમનાગમન, આવરણાવરણ અને અસ્તમયનારતમયન એ છથી નવમા નાટકનાં નામ છે. એવી રીતે દુતવિલંબિત, સાગરનગર અને નંદાચંપા એ ૧૧મા, ૧૨મા અને ૧૩મા નાટકનાં નામ છે. દસમા નાટકનું નામ મંડલપ્રવિભક્તિ, ૨૦માનું પલ્લવપ્રવિભક્તિ, ૨૧માનું લતા પ્રવિભક્તિ અને કરમાનું ચમચરમ અને -અનિબદ્ધ નામ છે.
જંબુમાં “રેચકચિત' એ ઉલ્લેખ છે.
અભિનયની સંખ્યા – બત્રીસ નાટકોમાંના અભિનયની સંખ્યા અનુક્રમે ૮, ૧૮, ૧૪, ૭, ૮ ઇત્યાદિ છે.
સતુલન – નાટ્ય (અ. ૯)માં સસંયુત-હતના તેર અભિનય ગણાવતાં ચેથા અભિનય તરીકે સ્વસ્તિકને અને તેરમા તરીકે વર્ધમાનને ઉલેખ છે. એવી રીતે અહીં મકર, પદ્મ, ગજદન, હંસપક્ષ અને હંસવકત્રને પણ ઉલ્લેખ છે. વીસ મંડલનું સ્વરૂપ અ. ૧૧માં છે.
૧ પુષ્ય અને માણવા એને બેને બદલે એક ગણવાનું હોય તે ૧૭ થાય. ૨ પાઠાંતર પ્રમાણે ચાર, ૩ જુઓ ભગવતીપૂત્રને અનુવાદ (ખંડ ૨, પૃ. ૪૩).