Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
૫૬
સંગીત, નૃત્ય અને નાટ્ય વંદનાદિ કરી ગૌતમરવાણી વગેરે શ્રમણ નિર્મને દિવ્ય દેવાનુભાવવાળી બત્રીસ પ્રકારની નાટય-વિધિ બતાવો. એ આદેશ પ્રમાણે તેમણે કર્યું, ૌતમસ્વામી વગેરે શ્રમ તરફ તેઓ એકસામટાં ગયાં, સાથે જ નીચા નમ્યાં અને પાછી સાથે જ ઊભાં-ટટાર થયાં. એ જ પ્રમાણે એકસાથે સમુચિત રીતે નીચા નમી ઊભાં થઈ, નાચગાનનાં ઉપકરણ હાથ અને પગે બરાબર ગોઠવી એમણે એકસાથે જ પિતાપિતાનાં વાદન, નૃત્ય અને ગાયનની શરૂઆત કરી.
“એમનું સંગીત ઉરથી..ગ્ય હતું (જુઓ પૃ. ૩૦-૩૨). એ સમયે શંખ વગેરે વગાડાતાં એ ગાન, વાદન અને નૃત્ય દિવ્ય, અદ્ભુત, શૃંગાર રસથી તરબળ, ઉદાર, મને અને મનોહર બન્યાં હતાં. સંગીત સાંભળનારના અને નૃત્ય જેનારના મુખમાંથી ઉછળતા વાહવાહના કોલાહલથી નાટકશાળા ગાજી ઊઠી હતી. એમ એ દેવોની દિવ્ય કીડા પ્રવર્તતી રહી હતી.
બત્રીસ પ્રકારનાં નાટકના અભિન – પછી (૧) એ રમતમાં મસ્ત બનેલા અનેક દેવકુમારએ અને દેવકુમારીઓએ મહાવીરસ્વામીની સામે વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત (પ. નંદિયાવત્ત), વર્ધમાનક,
૧ સહિત, સંગત અને સ્તિમિત એવાં અવનયન અને ઉનમનના ભેનું સ્વરૂપ કુશળ નાટયોપાધ્યાય પાસેથી જાણી લેવાનું મલયગિરિ રિએ કહ્યું છે.
૨ “વસ્તિક, શ્રીવત્સ અને નાવર્ત” નામને મારે લેખ “ચિત્રમય જગત” (વ. ૨૧, અં, ૧૨)માં પ્રકાશિત થયો છે.
૩ સ્વસ્તિક, વર્ધમાનક અને નવાવર્ત એ ત્રણને મહાભારત (૭-૮૨-૨૦માં ઉલ્લેખ છે.
૪ “નદિયાવત્ત નામની માછલીને ઉલ્લેખ અંગુનનિદાયની ટી (ભા. ૨, પૃ. ૨૯, મલયશેખર)માં છે.