Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જૈન ઉલે છે અને ગ્રન્થ ૩૯ એને પાડગતજિનેન્દ્રસ્તુતિ તેમ જ “શ્રીસમવસરણગર્ભિત ય” તરીકે ઓળખાવાય છે. એનું પ્રારંભિક પઘ નીચે પ્રમાણે છે:-- दें दें कि ध प म प धु धु धो धो ध्र स कि ध र ध प धे र घं दे दो कि दो दो द्राग्डिदि द्राग्डिदिक द्रमकि द्रणरण द्रेणवम् । झ झि झें कि झें झं झणण रण रण निजकि निजजनरञ्जन सुरशैलशिखरे भवतु सुखदं पार्श्वजिनपतिमज्जनम् ॥ १ ॥"
વસુદેવનું વીણવાદન – આ બાબત વસુ માં વર્ણવાઈ છે. એને સારા નીચે મુજબ છે :
“અંગ” જનપદની “ચંપા નગરીમાં તરુણેના હાથમાં વીણું અને વેચવા માટેની વીણાઓથી ભરેલું ગાડું જોઈ વસુદેવે ખબર કાઢી તે એને માલમ પડયું કે ચારુદત્તની પુત્રી ગન્ધર્વદત્તા કે જે ખૂબ રૂપાળી હતી અને ગાન્ધર્વવેદની પારગામી હતી તેણે વીણાવાદનમાં જીતનારાને પરણવાને નિર્ણય કર્યો હતો અને એની પરીક્ષા જે પ્રત્યેક માસે થતી હતી એવી એક પરીક્ષા આગલે જ દિવસે થઈ ગઈ હતી તેમ જ સગ્રીવ અને જયગ્રીવ એ બે ઉપાધ્યાયો સંગીતકળામાં નિષ્ણાત હતા. એ જાણુ વસુદેવ મૂખંની જેમ પ્રલાપ કરતા કરતા સુગ્રીવને ઘેર ગયા અને બોલ્યા કે હું “ગૌતમ” ગોત્ર છું, મારું નામ ઋન્દિલ છે અને મારે સંગીત શીખવું છે. સુગ્રીવે એમને જડ ધારી ના પાડી એટલે એમણે એની પત્નીને – બ્રાહ્મણને રનથી જડેલું એક કડું આપ્યું. એ જોઈ સુગ્રીવે શીખવવા હા પાડી. તું બુરુ અને નારદની
પૂજા કરાઈ. સુગ્રીવે વિષ્ણુ અને ચંદનના ગજ આપી તંત્રીઓને સ્પર્શ • કર એમ વસુદેવને કહ્યું. વસુદેવે તે તંત્રીઓ ઉપર એવો પ્રહાર કર્યો
કે તે તૂટી ગઈ. સુગ્રીવે બ્રાહ્મણીને કહ્યું કે જે, આ કન્દિલે શું કર્યું? બ્રાહ્મણી બેલી કે તંત્રીઓ જૂની અને દુર્બળ હેવાથી તૂટી ગઈ.