Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જેન ઉલેખે અને ગ્રન્થો
૪૧
ચંદનથી અતિ અને સુગંધી પુષ્પની માળાથી અલંકૃત સાત સ્વરની તંત્રીઓવાળી વીણા અપાતાં વસુદેવે એ ઉત્તમ છે એમ કહ્યું અને ૧વિષ્ણગીતની ઉત્પત્તિ કહી સંભળાવી. ત્યાર બાદ વસુદેવે અને ગન્ધર્વદત્તાએ એ વીણાને સ્પર્શ કરી વિષ્ણગીત ગાયું. પરીક્ષકોને ચારુદ પૂછયું તે તેમણે કહ્યું કે આ તમારી પુત્રીએ જે ગાયું તેનું જ વાદન આ કદિલ બ્રાહ્મણે કર્યું છે. એ ઉપરથી ગધર્વેદતાનું લગ્ન એની સાથે કરાયું.
પાંચ મુક્તાદામનું સંગીત – રાય (સુત ૧૫ )માં સૂર્યાભ દેવની આજ્ઞાથી રચાયેલા વિમાનનું આકર્ષક અને શિલ્પશાસ્ત્રના અભ્યાસીને ઉપયોગી થઈ પડે એવું વિસ્તૃત વર્ણન છે. પત્ર ૩૦આ૩૮અમી (બેચર કંડિકા ૪૩માં) કહ્યું છે કે (એ વિમાનમાંના મેટા) સિંહાસન ઉપર દેવોએ એક મોટું, ત અને રત્નમ્ય વિજયકૂષ્ય (એક જાતનું વસ્ત્ર ) વિકુવ્યું (પિતાની શક્તિથી રમ્યું છે. એના બરાબર મધ્ય ભાગમાં એક મોટા વજમય અંકુશ (મુક્તાદામ લટકાવવા માટેનો વાંકે સળિય) વિકુળે. એ અંકુશમાં એક કુંભ જેવડે મુક્તાદામ (મોતીને ઝૂમખ) વિદુર્યો. એની ચારે બાજુ અડધા કુંભ જેવડ
૧ આ સંબંધમાં જુઓ પૃ. ૪૬.
૨ કુંભને જે અત્રે ઉલ્લેખ છે એનું પરિમાણ મગધ દેશ પ્રમાણે સમજવું એમ મલયગિરિસૂરિએ કહ્યું છે. તદુલવાલિય (સુર ૧૭, પત્ર ૪ર)માં અસઈ, પસઇ, સેઇઆ, કુલય, પય, આઢય અને કુંભને પરસ્પરને સંબંધ દર્શાવાય છે. એ મુજબ ૧૫૩૬૦ અસઈ અસતિ)ને એક જઘન્ય કુંભ થાય છે. જે “અસઈ એટલે “અડધે શેર” એમ માનીએ તે એક જઘન્ય કુંભ
એટલે ૧૯૨ મણ થાય, એવી રીતે મધ્યમ કુંભનું વજન ૨૫૬ મણું અને ઉન્ટ કુંભનું ક૨૦ મણું થાય. જે કુલયના ૩૬ પૈસા ઇત્યાદિ કે અન્ય માપ મળે છે તે લેવાનું હોય તે કુંભના પરમાણમાં પણ ફેર પડે.