Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
' ગીતકળાદિના પ્રકારે – સમવાય (સ. ૭૨)ની વૃત્તિમાં ગીતકળાના નિબન્ધનમાર્ગ, છલિકમાર્ગ અને ભિન્નમાર્ગ એમ ત્રણ પ્રકારે દર્શાવાયા છે. અને જબુમાં ઉકખા, પાયર, મંદાઈ અને રાઈવસાણ એમ ગેયના ચાર પ્રકારે નિર્દેશાયા છે.૧ રથ૦ (પત્ર ૫૪)માં ગીતના એક પ્રકાર તરીકે પાયન્સ (પાદાનનો ઉલ્લેખ છે. પાઠ સટ મ૦માં એને અર્થ “પાદ-વૃદ્ધ-ગીત કરાવે છે. | નાટ્ય, ગેય અને અભિનય – આને સ્વરૂપ અભયદેવસ રિએ સંપ્રદાયના અભાવે દર્શાવ્યું નથી. જુઓ પૃ. ૩૨.
અગિયાર અલંકારો – આની માહિતી અનુપલબ્ધ સ્વરપ્રાભૂતમી હતી; ઉપલબ્ધ આગમમાં તે એ નથી. જુઓ પૃ. ૩૦.
મતાન્તરે – કઈ કઈ બાબતમાં મતાન્તર છે તે બાબત પૃષ્ઠકિપૂર્વક હું સુચવું છું –
અન્ય શાસ્ત્ર (૨૫), કંઠવિશુદ્ધ (૨૩, જીવનિશ્રિત સ્વરે (૧૩), મૂરઈ નાનાં નામે ( ૧૬ ), વનિતાદિના વણું (૧૯), વૃતના ત્રણ પ્રકારે (૨૮) અને સ્વરોનાં ફળ ( ૧૪ ).
અર્થાન્તરો – આ વ્યાખ્યાનમાં મેં પ્રસંગે પાત્ત અર્થાત ધ્યાં છે. જેમકે પંચમને અર્થ પૃ. ૨૧) અને ઉરવિશુદ્ધાદિ સ્વરાની વ્યાખ્યા (પૃ. ૨૪).
લક્ષણે – સંગીતને અંગેના જે જે શબ્દોનાં લક્ષણે આ કૃતિમાં અપાયાં છે તેને ઉલેખ પૃષ્ઠાપૂર્વક નીચે મુજબ હું કરું છું –
૧. જુઓ સત્ય શૌદ સંત (પૃ. ૧૬૬).