Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
ઉદ્દઘાત
જ્વલનાદિનાં નૃત્ય – હારિભદ્રીય ઉવએસપથ ઉપરની સૌવીરપાયી મુનિચન્દ્રસૂરિએ વિ સં. ૧૧૭૪માં રચેલી સુખસંધનામાં
જ્વલન અને દહને મહાવીરસ્વામી પાસે નૃત્ય કર્યાને ઉલ્લેખ છે. સમયસુદરે પાર્શ્વનાથના સ્તવનમાં પદ્માવતી દેવીના નૃત્યને ઉલ્લેખ કર્યો છે. એની બીજી કડી નીચે મુજબ છે –
થેઈથેઈ તતÈઈ પદ્માવતી ગીત ગાન મુખ વૃન્દા; શાસંગીત ભેદ પદ્માવતિ નૃતિ [નવ નવઈ છન્દા, હમા.”
વાઘો – “સંગીત’ શબ્દ જેટલો વ્યાપક છે એટલે એને માટેને અંગ્રેજી શબ્દ music નથી. Musicના vocal અને instrumental એવા બે પ્રકાર ગણાવાય છે એટલે એને વિચાર કરતાં વાઘોને સંગીત સાથે સંબંધ હોવાનું ફલિત થાય છે. વાઘ માટે આઘ, તૂર, તૂ, વરિત્ર અને સ્મરધ્વજ એમ સંસ્કૃત પર્યા છે. ગુજરાતીમાં વાજિત્ર, વાજિંત્ર અને વાજુ એ ત્રણ શબ્દ તેમ જ વાઘ એમ ચાર એકર્થક શબ્દ છે. મેં ગુજરાતીમાં “વાજિંત્રોની વણજાર” નામને લેખ લખ્યો છે તે અંગ્રેજીમાં “વાઘો સંબંધી જેન ઉલેખો”નામક લેખ લખ્યો છે. એ અરસામાં મેં એક લેખમાળ તૈયાર કરી એને લગતે પ્રથમ લેખ
ફાર્બસ ગુજરાતી સભા”ના તે સમયના તંત્રીજી ઉપર મોકલાવ્યો હતા. એઓ એ પ્રકાશિત પણ કરનાર હતા પરંતુ કોણ જાણે. કેમ એ એમના જીવનકાળ દરમ્યાન છપાયે નહિ અને જ્યારે મેં તપાસ કરી ત્યારે મને ખબર મળી કે એ લેખ જ નથી અને અદ્યાપિ જડ્યો નથી. આ લેખમાળામાં મેં મુખ્યત્વે મુળ ગણુતાં અનેક
૧ આ સ્તવન “૧૧૫ સ્તવન મંજુ પા”ના પૃ. ૮૧૭માં છપાયું છે.
૨ આને “સૂરત સેનાની મૂરત” (પૃ. ૨૬૪)માં “વિસ્તૃત નિબંધ તરીકે ઉલ્લેખ કરાય છે.
૩ આ લેખમાં મેં ભૌતિકશાસ્ત્રને લગતી કેટલીક બાબતે પ્રસંગોપાત્ત રજૂ તે કરી હતી અને વાદ્યોની ઉત્પત્તિ પર પણ કેટલીક બીને દર્શાવી હતી.