Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
૨૪
સંગીત, નૃત્ય અને નાટ્ય
“જયજયકાર ચિરઈ એ, તે નગર મઝારિ. પંચશબદ વાજિત્ર વાજઈ એ, ગાઈ ગીત નારિ ! ૧૨૫ ” “ પૂઠિઈ તેહની પાલખી, બરઠી દવદંતી નારિ !
પંચ શબદ વાજિંત્ર ઘણું, આગલિથી પ્રતીહરિ / ૧૧૪
છે. ભેગીલાલ સસિરાએ પંચશબદ' એટલે “પાંચ વાઘ મંગલસૂચક દવનિ ' એવો અર્થ આ રાસના પૃ. ૧૫૪માં કર્યો છે અને બીજાઓએ કરેલા અર્થ કરતાં આ વધારે સમુચિત લેવાનું કહ્યું છે. વિશેષમાં એમણે વિવેકચિન્તામણિ નામના કન્નડ ( કાનડી) પ્રસ્થમાં શંગ, તમ્મટ અથવા તંબૂર, શંખ, બેરિ અને જયઘંટા એમ પાંચ વાદ્યોનાં નામે દર્શાવાયાનું કહ્યું છે. સાથે સાથે તુલસીકૃત રામાયણની એક ટીકામથી નિમ્નલિખિત પંક્તિ રજૂ કરી છે –
તંત્રો તાલ સુઝાંઝ, પુનિ જાનુ નગારા ચાર;
પંચમ સે બજે પાંચ શબ્દ સરકાર.” ઉપસંહાર – અનેક ભાષાઓમાં સંગીતશાસ્ત્રને અંગે પ્રખ્ય કે ગ્રન્થ રચાયેલ છે. એ ઉપરાંત કેટલી યે કૃતિઓમાં સંગીતવિષયક ઉલ્લેખે છે. આથી જેમ મેં આ વ્યાખ્યાનમાં એવી કેટલીક જૈન કૃતિઓમાંથી ઉલેખે રજૂ કરવાને નમ્ર પ્રયાસ કર્યો છે તેમ સંસ્કૃત અને ગુજરાતી અજૈન કૃતિઓ માટે કરવાની મારી અભિલાષા તે છે પરંતુ એ માટે આવશ્યક સાધને અત્યારે તે મને મળે તેમ નથી તે એવું કાર્ય અન્ય કોઈ સહદય સાક્ષરે કરવું ઘટે એટલું વિનમ્ર ભાવે સૂચવી આ ઉઘાત હું પૂર્ણ કરું છું. મધુહંસ, ડો. એની બેસન્ટ રોડ, વરલી,
મુંબઈ-૫ DD ! હીરાલાલ ૨, કાપડિયા
તા. ૨૨-૯-૭૨ (અનન્તચતુર્દશી વિ. સં. ૨૦૨૮) છે