Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
એક આમંત્રિત તરીકે ત્યાં ગયા હતા. એ સત્રને ખત, જહેમત અને કુશળતાથી દિપાવતા મૈં એમને જોયા હતા. સત્રસવમાં એમનું એકધારું -સમયેાચિત ભાષણ પણ મને સાંભળવા મળ્યું હતું. ત્યાર બાદ સને ૧૯૫૬માં અમદાવાદમાં એમને હું મળ્યા હતા. એનું પરિણામ આગળ ઉપર એ આવ્યું હતું કે ન્યાયાચાર્યના દુર્ગમ ગ્રન્થેના દાહનરૂપ અને શ્રમસાધ્ય યરોદાહન’નામક પુસ્તક તૈયાર કરવાનું કાર્ય એમણે મને સ ંપ્યું હતું. વિશેષ પરિચય
94
એ વિ. સ. ૨૦૧૩માં સુરતમાં-મારી જન્મભૂમિમાં પધાર્યા એ સમયે એમના દીક્ષાપર્યાયનાં પચીસેક વર્ષ થયાં હેાઇ એની ઉજવણી થઇ હતી. એ ત્યાં રહ્યા ત્યાં સુધી ઉપક્ત બે પુસ્તકા અંગે સાક્ષ'ત્ અને કાલાંતરે પત્ર દ્વારા મારે એમની સાથે દીર્ધકાલીન પત્રવહેવાર થયા હતા. આજે હું મુંબઇમાં હાવાથી મારે એમને અવારનવાર મળવાનું થયા કરે છે. મારા હાથે જૈન સાહિત્યનું નોંધપાત્ર કાર્યો થાય એમ એએ સદા પચ્છે છે. એથી થાડા વખત ઉપર એમણે ‘જૈન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ : રેખાદર્શન'નું કાર્ય મને સેાંપ્યું છે. મેં મારી નાદુરસ્ત તબિયત અને આંખની તક્લીફ્ હોવા છતાં સુમે થારાદિ ચસનીયમ્'ને લક્ષ્યમાં રાખીને એ જટિલ કાર્યને વેગ આપવા પ્રયાસ આર્યાં છે.
*
હવે એમની સાહિત્યસેવાની નૈધિ કરુ તે પૂર્વે એ ઉમેરીશ કે આ નોંધ કરવાના વિચારથી તે। હું મુનિશ્રીનું જીવનવૃત્ત લખવા તૈયાર થયા હતા પર ંતુ એમના જીવનનાં એ ઉપરાંતનાં વિવિધ પાસાં પણુ જાણવા મળતાં એમની જીવનચર્યાં વિષે કંઇક વિશેષ એધ જિજ્ઞાસુઓને થતાં એ ઉપયોગી બનશે એમ લાગવાથી મેં પ્રસગાપાત્ત બીજી પશુ કેટલીક ખાખતા જેવી જાણવા મળી તેવી ઉમેરી છે.