Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
જૈન ઉલેખે અને ગ્રન્થ તેમાં “પુત્રગય” (પૂર્વગત) વિસ્તાર અને મહત્ત્વની દષ્ટિએ અમ સ્થાન ભોગવે છે. એ રચાયા બાદ અગિયાર અંગોની રચના કરાઇ છે. આ પુત્રંગયના ચૌદ પેટાવિભાગે છે. એ દરેકને “પુષ્ય' (પૂર્વ) કહે છે અને એના અવાંતર વિભાગને “પહુડ” (પ્રાભૂત) કહે છે. વિરસંવત ૧૦૦૦માં દિવાયને સમૂળગો નાશ થયો તે પૂર્વે એમાંના કેટલાક અંશો ઉદ્દધૃત કરાયા હતા અને એ પૈકી કેટલાક આજ દિન સુધી એક યા બીજી રીતે સચવાઇ રહ્યા છે. -
વ્યાખ્યાનની મર્યાદા – જૈન આગમ વિષે આથી વિશેષ માહિતી આ વ્યાખ્યાનમાં આપવાની આવશ્યકતા નથી એટલે આ વ્યાખ્યાનની મર્યાદા વિષે બે બેલ હું કહીશ. જૈન સાહિત્ય જેમ ઉત્તર હિન્દની સરકૃત, પાઇપ (પ્રાકૃત) અને ગુજરાતી, હિન્દી વગેરે વિવિધ પુત્રીરૂપ ભાષાઓમાં રચાયું છે તેમ દક્ષિણ હિન્દની કન્નડ ( કાનડી), તામિલ ઇત્યાદિ કાવડ ભાષાઓમાં પણ રચાયું છે. પ્રસ્તુત વ્યાખ્યાનમાં હું સંસ્કૃત, પાઈય અને ગુજરાતી કૃતિઓનો અને તે પણ અમુકને જ વિચાર કરી શકું તેમ છું. આમ આ વ્યાખ્યાન મર્યાદિત છે.
સંગીત અને અભિનયકળાને આવિર્ભાવ – હજાર વર્ષો પૂર્વે કેટલીયે આધ્યાત્મિક અને ભૌતિક કળાઓની જન્મભૂમિ બનવાનું અને જાતજાતની કળાને પુષ્કળ પ્રમાણમાં વિકાસ પણ સાધવાનું સદ્દભાગ્ય આપણું આ દેશને પ્રાપ્ત થયું છે. આ કળાઓમાં સંગીત,
ત્ય અને નાટયને પણ સ્થાન મળ્યું છે. સંગીતની કળાને જન્મ તે જગજૂને ગણાય. એને વિશિષ્ટ આવિર્ભાવ સામવેદના રચના સમય ૧ અને વ્યાપક અર્થ કરાતાં અપભ્રંશને એમાં અંતર્ભાવ થાય છે. એથી
અત્ર મેં એને પણ ઉલ્લેખ કર્યો નથી.