Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા ક૭. એ સુવર્ણ તે સમયના ગૃહપ્રધાન શ્રી. ગુલઝારીલાલ નંદાને મુંબઇમાં ગોડીજી જૈન ઉપાશ્રયમાં અર્પણ કરવામાં આવ્યું હતું. દેશના મહામાત્ય શ્રી. લાલબહાદુર શાસ્ત્રીઓ, જાહેર જનતાએ તથા પત્રકારોએ આ બનાવની પૂરી પ્રશંસા કરી હતી અને એક યુવાન મુનિવરે સુવર્ણ પૃષ્ઠ લખાય તેવા કરેલા આ ઐતિહાસિક કાર્ય માટે એમને ભારોભાર અભિનંદન આપ્યાં હતાં.
ગુરુપરસ્પર - મુનિશ્રીના ગુરુ વિજયધર્મ સરિ, તેમના વિજયપ્રતાપસર, તેમના વિજય મહાસરિ, તેમના વિજયમલસરિ, તેમના મુક્તિવિજયજી ગણિત (મલચંદજી), તેમના બુદ્ધિવિજયજી (બુરાયજી) અને તેમના મણિ વિજયજી દાદા એ પ્રમાણેની મુનિશ્રીની ગુરુપરંપરા છે.
* પરિવાર મુનિશ્રીને ત્રણ શિષ્ય છેઃ વ્યા. ન્યા. સાતીર્થ, શતાવધાની મુનિશ્રી જયાનવિજ્યજી, મુનિશ્રી વાચસ્પતિવિજયજી અને મુનિશ્રી, મહાનંદવિજયજી. એ શિષ્યને પણ શિષ્ય છે.
મુનિશ્રી સાથે પ્રથમ સપર્ક તા. ૫-૮-પરના રેજ મારે વડોદરા જવાનું થતાં ત્યાં મને એમના તેમ જ એમના ગુરુ અને પ્રગુરુના પ્રાથમિક દર્શન-સમાગમને લાભ મળ્યો હતો. એનું એક ફળ એ આવ્યું હતું કે એમની પ્રેરણાથી અને એમના વડીલેની સંમતિથી જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ તૈયાર કરવાનું કાર્ય અને સંપાયું હતું. ડભેઇ શહેરમાં “શ્રી યશોવિજય સારસ્વત સત્રને ઉત્સવ તા. ૨-૩-૫૩થી દસ દિવસ ચાલ્યો તે પ્રસંગે હું પણ