Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પ્રસ્તુત વ્યાખ્યાન અને બે બેલ
૧૨
છોકરાઓની મંડળીઓ પગે ઘૂઘરા બાંધીને અને નૃત્યચિત વેષભૂષા સજીને વિવિધ પ્રકારે નૃત્ય કરે જ છે.
જ્યારે સાક્ષાત ભગવાન મહાવીર વિદ્યમાન હતા ત્યારે તેઓશ્રીની સમક્ષ ભક્તિ-નાટક નુ ભજવી બતાવ્યાના છૂટા છૂટા ઉલેખે વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયના આગમ તથા ચરિત્રગ્રન્થોમાં મળે છે. આગમ “રાયપાસેણીમાં સર્વાભ દેવે બત્રીસ પ્રકારનાં નાટકો કરી બતાવ્યાને સ્પષ્ટ પાઠ છે. દિગમ્બરાચાર્ય જિનસેનકત આદિપુરાણમાં ઇન્દ્ર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના જીવનની વિશિષ્ટ ઘટનાઓ-કલ્યાણ કે પૂર્વ ભવોને દર્શાવતું નૃત્ય કર્યાની નોંધ લીધી છે. વળી આ પુરાણમાં એવું પણ જણાવ્યું છે કે ઋષભદેવે નાટયશાસ્ત્રનું જ્ઞાન પિતાના પુત્ર ભરતને અને ગધર્વશાસ્ત્રનું ગીત-વાદ્યરૂપ બાબતનું જ્ઞાન બીજા પુત્ર વૃષભસેનને આપ્યું હતું. શ્વેતામ્બર શાસ્ત્રો પણ યુગની આદિમાં તીર્થકર જેવા તીર્થંકરદેવે પ્રજાને સંસારનાં સર્વ શિલ્પ-વિદ્યાકલાઓ શીખવી હતી. એમાં નૃત્યકલા -નાટકકલાનું જ્ઞાન પણ શિખવાડ્યું હતું
અંતિમ નાટકમાં મહત્ત્વને વિષય- એ યાદ રાખવું ઘટે કે બત્રીસબદ્ધ નાટકમાં અંતિમ બત્રીસમું નાટક કાયમ માટે તે તે. તીર્થંકરનાં પાંચેય કલ્યાણ સહિત પૂર્વ ભવની તથા અંતિમ ભવની વિશિષ્ટ ઘટનાઓને દર્શાવનારું જ હોય છે. આ હકીકત એ જ મહત્વની બાબત સમજાવી જાય છે. તે એ કે ખુદ ઇન્દ્ર કે દેવ જે અવિરત અથત અત્યાગી – ચોથા ગુણસ્થાનકે રહેલ હોવા છતાં તે ભગવાન મહાવીરનું રૂપ લઈને – મહાવીરની વિવિધ અવસ્થાઓને ધારણ કરીને તેમનું જીવનચરિત્ર પ્રેક્ષકોને બતાવે છે. બારે પર્ષદાના પ્રસંગે પણ તે જ વિકવે છે. દેવિક શક્તિથી વિવિધ રૂપે વિવિધ ૧. પુરુષની ૭૨ કલા અને સ્ત્રીની ૬૪ કલા ગણાવાય છે.