Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
,
સંગીત, નૃત્ય અને નાટ્ય વેશભૂષાઓને ધારણ કરે છે. એમાં સાધુ – સાધ્વીજીને પણ પાઠ લેવાનું આવી જાય છે. અવિરત ગણાતા ઇન્દ્ર કે દેવને આવા પાઠ ભજવતાં તીર્થ કરે ઇન્કાર કરતા નથી. આ નાટક વખતે ખુદ સાધુ – સાધ્વીજીએ પણ હાજર હોય છે છતાં પણ તે ભજવાયા છે. સમવસરણ એ જાહેર આખ્યાન-વ્યાખ્યાનનું સ્થાન છે. પ્રજાના તમામ વર્ગને ત્યાં આવવાની છૂટ હોય છે. ચતુર્વિધ સંઘ, અને અને દેવદેવીઓ વચ્ચે આ નાટકો ભજવાય છે. આથી એ બાબત સ્પષ્ટ થાય છે કે ખુદ તીર્થંકરોએ અનેક વાર ભક્તિનાટક – નૃત્ય કરવા દઈને બેધક, ધર્મપષક અને ઉત્તમ કક્ષાના નાટકનું જૈન ધર્મમાં અચૂક અને મહત્વપૂર્ણ સ્થાન છે એ છાપ મારી આપી છે. '
નાટકનું સર્જન – કાલાંતરે જૈન મુનિઓએ દશ્ય અને શ્રાવ્ય નાટકે પણ રચ્યાં છે. તેમનાં કે કોઈ લાજવામાં પણ છે. વળી પ્રાચીન કાળમાં લેકેને ધાર્મિક બોધ મળે, શિક્ષણ મળે, ધર્મભાવનાને વેગ મળે, ઉત્સાહમાં વૃદ્ધિ થાય અને અંત:કરણને જગાડી જાય એ માટે જૈન કથાઓ, ચિત્રો દ્વારા કે નાટકે દ્વારા રજૂ થયાના છૂટાછવાયા ઉલે ઈતિહાસમાં વાંચવા મળે છે.
નાટકની લઘુ આવૃત્તિઓ- પાઠશાળાના વાર્ષિક સમારંભ વખતે કઈ બોધક પ્રસંગને વિવિધ વેશભૂષા સાથે યુવાને પાઠ ભજવે છે તે નાનકડી નાટકની જ આવૃત્તિ નહીં તે બીજું શું છે? સંવાદ લજવાય છે તે, અંજનશલાકાના વખતે થતી પંચ કાણુકેની થતી ઉજવણી તેમ જ રાજદરબાર અને લગ્નપ્રસંગના ભજવાતા પાઠો આ નાટકની લઘુ આવૃત્તિ નહીં તે બીજુ શું છે?
ચલચિત્રોને પ્રભાવ- આજે એક વાત નિવિર્વાદ અને દીવા જેવી છે કે સિનેમાના ચલચિત્રની અસર ન વર્ણવી શકાય તેવી છે. સિનેમા જેનારાઓનાં મન સિનેમાના ચિત્રપ્રસંગેથી એવા તરબળ બની જાય છે – એવા રંગાઈ જાય છે કે એની નજર સામે એ જ