Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
મુનિશ્રી યશોવિજયજીની સાહિત્યાદિલાલક્ષી વિવિધરંગી જીવનચર્યા (સંકલયિતા છે. હીરાલાલ ૨, કાપડિયા એમ. એ.)
જન્મલાતા ઈત્યાદિ છવાસી વીશા શ્રીમાલી શ્રીનાથાલાલ વીરચંદનાં ધર્મપત્ની શ્રીમતી રાધિકાબેને ચાર પુત્ર અને બે પુત્રીઓને જન્મ આપ્યો હતે તે પૈકી અંતિમ પુત્રનું નામ જીવણલાલ રખાયું હતું
પિતાનિ સ્વર્ગવાસ અને બીમારી એમનો જન્મ વિ. સં. ૧૯૭૨માં પૌષ સુદિ બીજના દિવસે તે પૂર્વે એમના પિતાશ્રીને સ્વર્ગવાસ થઈ ગયો હતો. એઓ પાંચ વર્ષના થયા ત્યાં તે એમનાં વાત્સલ્યપૂર્ણ માતુશ્રી પણ એ જ માર્ગે સિધાવ્યાં, ત્યાર પછી તરત જ એ શીતળાની ભયંકર બીમારીને ભોગ થઈ પડ્યા હતા પરંતુ તે સમયે એમના વડીલ બંધુ શ્રી. નગીનભાઈ વગેરે કુટુમ્બીઓની ખંતભરી સારવારથી મૃત્યુના મુખમાંથી પાછા ફર્યા હતા.
સંગીતકળાની ઉપાસના કાલાંતરે એઓ સરકારી શાળા અને ત્યાંના જૈન સંઘ દ્વારા સંચાલિત જૈન સંગીતશાળામાં જોડાયા. સાતેક વર્ષ સુધી એમણે સુપ્રસિદ્ધ સંગીતરન અને હારમોનિયમના શ્રેષ્ઠ નિષ્ણાત ગણાતા ગવૈયા શ્રી. ગુલામરસુલખ પાસે સંગીતને અભ્યાસ કર્યો અને પચાસેક રાગ-રાગિણીઓ તથા ૧ બાકીના ત્રણ પુત્રોનાં નામો અનુક્રમે નીચે મુજબ છે :
હિંમતભાઈ, નગીનભાઇ અને ડાહ્યાભાઈ,
-
-
-
-
-
-
--