Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા
દૂર
ઉપક્રમે એમની પ્રેરણાથી વિવિધ પુસ્તકે પ્રસિદ્ધ કરાયાં છે અને કરાવાનાં છે. આ કાર્ય ઘણું વિશાળ તેમ જ વિશેષ શ્રમસમયસાય છે પણ એમનું આત્મબળ જોતાં તે એઓ શારીરિક સ્થિતિ ઘણી નબળી છતાં કરશે એમ લાગે છે,
ચિત્રકળામાં પ્રવેશ અને આગમમંદિરની એક વાત
ગૃહસ્થાશ્રમમાં કુદરતી રીતે એમની કલાની અભિરુચિ ખરી પણ શાળામાં ચિત્રકલાની બાબતમાં કશું શીખ્યા નહિ પણ જન્માક્તરના સંસ્કારના કારણે ચિત્રકલા અંગેની એમની સૂઝ-સમજ ઊંડી અને
યાપક બનવા માંડી. આગમહારક આનન્દસાગરસૂરિજીએ વિ. સં. ૨૦૦૦ના અરસામાં આગમમંદિર બનાવવાને એક નવો વિચાર જાહેર કર્યો ત્યારે એ આગમમંદિર અને આગમમંદિરની આગમશિલાઓ એ બંનેને કંઈક કલાત્મક અને ભવ્ય બનાવવા માટે એમણે પિતાના ગુરુવર્યની સાથે રહીને આગમહારકને મહત્વનાં સૂચને કર્યા હતાં અને એ કારણે પાલીતાણામાં આગમકારક જોડે નિયમિત મળવાનું એમને થતું હતું પણ કલાત્મક શિલા બનાવવાની યોજના પરચાળ લાગવાથી પાછળથી તે મુલતવી રહી હતી.
સચિત્ર આગ લખાવવાની યેજના - કાલાંતરે તમામ આગમને મેટા કદમાં અને પ્રતાકારના વિશિષ્ટ કાગળ ઉપર મેટા અક્ષરે લહીઆઓ પાસે હાથે લખાવવા, પ્રતનાં પાને કલાત્મક વિવિધ રેખા પટ્ટિકા (બેંડર)થી સુસજજ કરવાં અને આગમત બાબતને શક્ય હોય ત્યાં ત્યાં ચિત્ર દ્વારા સમજાવવી એવી એક યોજના મુનિશ્રીએ તૈયાર કરી હતી પણ એ ભેજના કેટલાંક કારણસર સ્થગિત બની રહી.