Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
છેરમણલાલ છો. મહેતાની જીવનરેખા (સંયોજક : પ્રે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. )
છે. મહેતા “મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય (વડોદરા)ના સંગીત વિભાગના અધ્યક્ષ છે, એમણે એ જ વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત
ભારતીય સંગીત-નૃત્ય-નાટ્ય મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય તરીકે સેવા કરી છે. હિંદના વિદ્વાન સંગીતશાસ્ત્રીઓમાં એમનું સ્થાન આગળ પડતું છે. અખિલ હિંદ ધોરણે ભરાતી સંગીત પરિષદમાં, સંગીતપરિસંવાદમાં તથા વિશ્વવિદ્યાલયોની અભ્યાસસમિતિઓમાં એમણે સતત સેવા આપી છે. કિરાનાઘરાનાના વિખ્યાત ખ્યાલ ગાયક મહૂમ ખાંસાહેબ અબ્દુલ વહીદનાં શિલીન ગાયક તરીકે “ ઑલ ઈન્ડિયા રેડિયો પરથી લગભગ આઠેક વર્ષ એમણે ઉચ્ચ રાગદારી સંગીત પીરસ્યું છે.
સુરતમાં ૧૮૧૮માં જન્મ ને બી. એ. સુધીને કોલેજ અભ્યાસ પણ સુરતમાં. સંગીતનો અભ્યાસ સ્વ કંચનલાલ મામાવાળા પાસે, સગીત અને સાહિત્ય બનેને અભ્યાસી. એમનાં સંગીતવિષયક ગુજરાતી પુસ્તકે નામે “ગુજરાતી ગેય કવિતા” તથા સંગીતચર્ચા તેમ જ એમના હિંદી ગ્રંથ “ “આગરા ઘરાના'-પરંપરા, ગાયકી ઔર ચીજે” તદિષયક આલેખનમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. એમણે યુરોપીય દેશને પ્રવાસ ખેડી ઈગ્લેંડ, જર્મની, ફસ આદિ દેશની સંગીત શિક્ષણપ્રણાલિકાઓને અભ્યાસ કર્યો છે તથા તે તે દેશોમાં ભારતીય સંગીત વિષે સપ્રયોગ વ્યાખ્યાન આપી ભારતીય સંગીત અને સંસ્કૃતિ વિષે વધુ સમજ પણ આપી છે. એ ઈન્ડિયન મ્યુઝિકલોજિકલ સોસાયટી' નામે સંગીત તથા નૃત્યના મેવડીઓની પ્રતિનિધસ્વરૂપની એક સંસ્થાના સ્થાપક, સભ્ય તથા માનદ મંત્રી છે. આ ઉપરાંત એઓ એ સંસ્થાના સંશોધનલક્ષી “જર્નલ'ના તંત્રી પણ છે. પં. વિગણ દિગંબરછ દ્વારા સ્થાપિત “અખિલ ભારતીય ગાંધવ મહાવિદ્યાલય મંડળ” ૧૯૬૭માં એમની સંગીતક્ષેત્રે કરેલી સેવાઓને બિરદાવી એમને આનરરી ડેકૂટરેટની ઉપાધિ અપ હતી. - હી, ૨,