Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પ્રસ્તુત વ્યાખ્યાન અંગે બે બોલ
છે. તમે ઈચ્છો કે ન ઈ લે કે સ્વયં આ દિશામાં આગળ વધવા થનગની રહ્યા છે. આ ધસમસતા પ્રવાહને સર્વથા રોકી શકાય એવી કઈ શક્તિ જ્યારે આપણી પાસે નથી ત્યારે ઉપર કહ્યું તેમ તેની સામે સુયોગ્ય વિક૯૫ એ જ પ્રવાહને બીજી દિશામાં વાળવા માટે અસરકારક ઉપાય છે. શાસનને વરેલા સમપિત થયેલા ચિતકેએ ગંભીરતાથી શાંતચિંતથી પૂર્વગ્રહ છોડી, આવેશી બન્યા વિના આ બધું વિચારવું ઘટે.
અધિકૃત કથાઓ- જૈન સંસ્કૃતિ અને તેના સંસ્કારોનું ગૌરવમહિમા વધારે અને પ્રેરણાનાં પીયૂષનું પાન કરાવે એવી કથાઓ તૈયાર કરીને સામેથી શા માટે ન આપવી અનધિકૃત વ્યક્તિઓના હાથમાં અધિકાર-કાયદે રહે એના કરતાં તે અધિકૃત વ્યક્તિઓના હાથમાં રહે એમાં સૌને ન્યાય અને સંતોષ મળશે એમ નથી લાગતું?
અલબત્ત આપણી મહાન વ્યક્તિઓના પાત્રને પૂરો ન્યાય મળે, તેમનું યોગ્ય સ્થાન, મે અને આદર જળવાઈ રહે તે માટે પૂરી તકેદારી લેવાવી જોઈએ અને જરૂર પડે તે એ અંગેની મર્યાદાઓની લક્ષમણરેખા પણ દેરી લેવી જોઈએ. પણ સત્રચાર માટે પ્રચારના સુયોગ્ય માધ્યમો અપનાવામાં બીનજરૂરી ભય રાખવો ન જોઈએ, જો અનેક ઘરોમાં જૈનધર્મની હવા પહોંચાડવી હોય તો. - દશ્યની પ્રબળ અસર– શ્રદ્ધા, ભકિત અને સુસંસ્કારોનાં પષક નાટકાદિન કે સ્લાઈડ દ્વારા બનાવાતાં દશ્ય હતંત્રીને ઝણઝણાવી નાંખે છે. કરુણ, ત્યાગ, વૈરાગ્ય અને શાન્ત રસને ઉદીત કરીને સુષુપ્ત ચેતનાને જગાડી અંતર્મુખ બનાવે છે. જે અસર હજારે શબ્દ નથી નીપજાવી શકતી-જે અસર સંખ્યાબંધ પુસ્તકોથી ઊભી નથી થતી, તે અસર ચિત્ર કે નાટકે તત્કાલ ચમત્કારિક રીતે કરવાની અમેઘ શક્તિ ધરાવે છે એટલું જ નહિ તે હૃદયના અતસ્તલ સુધી પ્રવેશીને દીર્ઘ કાલ સુધી જીવંત રહે છે. આ એક ઊઘાડું વિશ્વવ્યાપી નગ્ન . સત્ય છે. વસ્તુ ખરાબ નથી હોતી પણ તેને તમે કેવી રીતે ઉપયોગ કરો છો તેના ઉપર તેની સારીનરસી અસરાનો આધાર છે. વિદ્યુત