Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટય
કેટિની ગણાતી પુણ્યપ્રકૃતિનું મહાપુણ્ય કર્મ બાંધી લીધું. જે નાટક-નૃત્ય પરમાત્મા બનવાનું ફળ આપે, એ કલાની અદ્દભૂત, અવર્ણનીય અને અજોડ શકિત માટે વધુ કહેવાની જરૂર ખરી ?
બૃહત્ પૂજાઓમાં પણ નાટકને સ્થાન
આ જાતનું નાટક-નૃત્ય ભક્તિને એક ઉત્તમ પ્રકાર હેવાથી “આ પ્રકારનું સેવન વારંવાર થવું જ જોઈએ એવું સમજનારા દેશકાલજી જ્ઞાનીઓએ એ પ્રકારને જિનમંદિરમાં જિનપ્રતિમા સમક્ષ ભણાવાતી પૂજાના પ્રકારમાં પણ સ્થાન આપ્યું છે. પૂજાના અનેક પ્રકારો છે. એમાં સર્વોપચારી, એકવીશકારી અને સત્તરભેદી આ નામની જે મોટી પૂજાઓ છે એ ત્રણેયમાં એક પૂજા તે નાટકની જ રચીને એનું શીર્ષક “નાટક પૂજા એવું રાખ્યું છે. નાટક એ નૃત્યના પાંચ પ્રકારે પૈકીને એક પ્રકાર હોવાથી નાટક નૃત્ય વડે અને નૃત્ય નાટક વડે યુક્ત હેડ શકે છે.
આ પૂજામાં સૂર્યાભના અનુકરણરૂપે સુંદર ૧૦૮૧ કુમારેએ અને સ્વરૂપવંતી ૧૦૮ કુમારિકાઓએ આ પૂજા ભણાવાય ત્યારે સંગીતના વિવિધ સાજ સાથે ભાવવાહી નૃત્ય કરવાનું જણાવ્યું છે. પૂજામાં સાધુસાવીઓ પણ હોય છે. આ નૃત્ય જાહેરમાં કરાય છે અને વળી જિનમંદિરમાં ભગવાનની પ્રતિમા સમક્ષ. તેમ છતાં તે કરવા માટે શાકારે અને પૂર્વાચાર્યોએ આદેશ આપ્યો છે. “નાટક શબ્દ જ સાંભળીને ભડકનારી, અવિચારી અને ઉતાવળા સ્વભાવવાળી વ્યક્તિઓ માટે આ એક સૂચક બાબત છે. આજે પણ પૂજા-ભાવનામાં ઘણા ભાઈઓ તથા
--
-
૧. સૂર્યાલ દેવની વાતના અનુવાદરૂપે ૧૦૮ને ઉલ્લેખ કર્યો છે પણ
મંદિરની ટૂંકી જગ્યામાં એ સર્વથા અશક્ય છે એટલે અહીં યથાયોગ્ય સંખ્યાની વાત સમજવી.