Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પ્રસ્તુત વ્યાખ્યાન અંગે બે બોલ
*
૧૨
આ ઉપરથી એમ લાગે છે કે નાટયવિધિ ભક્તિયોગનું જ એક એક અંગ માત્ર છે એમ નહીં પણ તે સર્વોત્તમ પ્રકારનું અંગ છે. જે એમ ન હેત તે ખુદ ઇ-ક જેવા ઇનો નાટકો ભજવે ખરાં? હરગીજ નહીં. - ભક્તિમાં નાટક-નૃત્યની પ્રધાનતા – ભક્તિ એ મન, વચન અને કાયા એ ત્રિકરણ વેગથી કરવાની કહી છે. એમાં કાયયોગથી જેવી ભક્તિ નાટ્યમ નૃત્ય વિધિમાં થઈ શકે છે. તેવી બીજા કોઈ પ્રકારમાં શક્ય નથી. વિનમ્રાતિનમ્ર ટિની ભક્તિભાવનાના અનુપમ અને અજોડ આદર્શનું શરીરના અંગભંગના વખતે (મનેય સહિતની કાયયોગની ભક્તિનું પ્રત્યેક અણુમાં જે દર્શન થાય છે તે અન્ય પ્રસંગે થતુ નથી. સંગીત સાથેના આ નાટ્ય-નૃત્ય વિધિમાં ભકિતયોગના પરમાલંબન ધારા હૃદય સમર્પણને જ નહીં પણ સર્વસ્વ સમર્પણને જે પરા કોટિને ભાવ આવિર્ભાવ થાય છે અને જેના ફલસ્વરૂપે ભક્તિ-ભાવનાની જે પરાકાષ્ઠા નિર્માણ થાય છે તે અન્ય યોગમાં જ્વલે જ જોવા મળે કે ન પણ મળે.
કહેવાય છે કે સંગીતકારોને ભગવાન તેના કંઠમાં હોય છે. દાર્શનિકોના ભગવાન તેના મસ્તિષ્કમાં, પંડિતને ભગવાન તેની બુદ્ધિ-પંડિતાઈમાં અને કવિઓનો ભગવાન તેના હૃદયમાં હેય છે પણ મૃત્યકલા કરનારને ભગવાન તેના અંગે અંગમાં હોય છે.
આ વાતની પૂર્ણ પ્રગતિ માટે દસ શિર ધરાવનારા તરીકે ઓળખાતા રાવણનું ઉદાત્ત અને ભાગ્ય ઉદાહરણ સુવિખ્યાત છે, રાવણે. અષ્ટાપદ પર્વત ઉપર જિનપ્રતિમા સમક્ષ પિતાની પત્ની રાણું મંદોદરી સાથે વીણાવાદન કરવા પૂર્વક એકતાન બનીને એવું નાટક-નૃત્ય કર્યું કે જેને પરિણામે એણે “તીર્થંકરનામામે જેjપુષ-પ્રકૃતિઓમાં સર્વોત્તમ