Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પ્રસ્તાવના
૭૫૦–૮૨૭ની હરિભદ્રસૂરિની સંસ્કૃત વૃત્તિ તથા વિ. સં. ૧૧૮ના અંત પહેલાંની હેમચન્દ્રસૂરિની વૃતિ ) – આ ચાર પ્રાચીન સાધનેને લેખકે ઉપયોગ કરી મૂળ પવામાં આવતી પરિભાષાને સમજવા-સમજાવવાને લેખકે પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. વિવરણે મોટે ભાગે પરંપરાગત શૈલીમાં હોવાને કારણે અથવા તે અવિનિયોગો સંદર્ભ ઈ બેઠી હેવાને કારણે આજે આ પરિભાષા અસ્પષ્ટ લાગે છે. “ગબ્ધ હોય તે ગધાર કહેવાય છે” (પૃ. ૨૧), “પહેલા ઊઠેલા સ્વરેનું અનુસંધાન કરતે હેવાથી “પૈવત' કહેવાય છે” (પૃ. ૨૧), “ રિભિત” (પૃ. ૨૩), “વિસ્તારેલી તંત્રી તે “તાને કહેવાય છે ” (પૃ. ૨૫), “દાંત વગેરેની બનેલી આંગળીની બેલી (કેશક) વગેરેથી વગાડાતાં ત્રણ સ્વરવાળા લયને અનુસરતું ગીત તે “લયસમ” છે” (પૃ. ૨૭) ઇત્યાદિ જે વિવરણે વૃત્તિઓને આધારે આપેલાં છે તે અસ્પષ્ટ જ રહે છે. તે છતાં કેટલેક આનુષંગિક લાભ પણ થવાનેઃ જેમકે કેશક” આજના “જિરાફ શબ્દને સમાનાર્થી શબ્દ લાગે છે અને તે ભારતીય પરંપરાને શબ્દ છે એટલું જ નહિ, “કેશક થી વગાડવાની રીતિની પ્રાચીનતાને પણ તે ઘતક બને છે.
ગાનપ્રકારોમાં “ધ્રુવા, ધારુ, માઠા, પરમાઠા ” :પહેલાંના પ્રકારોમાં “વિષ્ણગીતનું સ્થાન છે, જેને ઉલેખ લેખક મહાશયે પૃ. ૩૯ ઉપર “વસુદેવનું વીણાવાદન” નામના પરિચ્છેદમાં કર્યો છે. વસુદેવહિડી વિક્રમની પાંચમી-છઠ્ઠી સદીને ગ્રંથ છે તે પરથી “વિષણુગીતની પ્રાચીનતાને અંદાજ આવી શકે છે.
નાટયશાસ્ત્ર અને ગંધર્વશાસ્ત્રની પ્રરૂપણ કરાઈ તે સમયને “અબજો વર્ષ થયાં એવું જે લેખકે પૃ. ૮૫ પર વિધાન કર્યું છે તે જૈન આદિપુણના કર્તાના મત મુજબ છે, તેમાં “અબજને શાબ્દિક અર્થ ન લેતાં “અતિપ્રાચીન” એ જ લક્ષિત ગણવું રહ્યું.