Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પ્રસ્તાવના
[ લે, પ્રેાફેસર રમણલાલ છેટાલાલ મહેતા ] ( સંગીતવિભાગઅ યક્ષ, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડેાદા ]
6
પ્રેફેસર કાપડિયાએ આજથી સત્તરઅઢાર વર્ષ પહેલાં આપેલું સંગીતવિષયક વ્યાખ્યાન આટલું મેડું મે યે પ્રસિદ્ધ થઈ રહ્યું છે એથી સૌ સંગીતપ્રેમીએ તથા અન્ય જિજ્ઞાસુઓને હર્ષ થશે. વડાદરાના · પ્રાચ્યવિદ્યામ'દિર'ના અંગ્રેજી જર્નલમાં સંગીતવાદ્યો વિષે જૈન ઉલ્લેખા ( The Jaina Data about Musical Instru( ments)વિષયક ફેસર ક્રાપડિયાના લેખા વાંચવામાં આવતાં મે ૐ એમને એથી કંઈ વિશેષ વિસ્તૃત વિષય પર વડાદરાના “ભારતીય સંગીતનૃત્ય-નાટ્ય મહાવિદ્યાલય”માં વ્યાખ્યાન માટે ૧૯૫૫માં આમંત્ર્યા હતા. એમણે ઘણી મહેનત લઇ એમનું વ્યાખ્યાન તૈયાર કર્યું હતું જે હવે પ્રસિદ્ધ થઇ રહ્યું છે.
જૈનધર્મીઓની જ્ઞાનેાપાસના અનેકમાર્ગી રહી છે. સગીતિવષયક ઉપલબ્ધ જ્ઞાન પ્રાકૃતાદિ ભાષા દ્વારા લેકસન્મુખ લઇ જવાનેા અને સાથેાસાથ કાંય સ્વતંત્ર ચિંતનમનન દ્વારા નવીન સૂઝ ખતાન્યાના શ્રમ જૈતાએ જરૂર લીધા છે.
જૈન સાહિત્યમાં જૂનામાં જૂના આગમે ગણાય, અને જૈન માન્યતા પ્રમાણે મુખ્ય માગમેા ઇ. સ. પૂ. ૫૧૭માં રચાયા છે. શ્રી મહાવીરસ્વામીનું નિર્વાણુ ૪, સ.પૂ. ૧ર૭માં થયું તે પહેલાં મૌલિક આગમાની રચના થયાની માન્યતા છે. તે પછી લગભગ નવ સેા વર્ષે ઇ. સ. ૪૫૩ કે ઈ, સ, ૪૬૬માં જે આગમા પુસ્તકારૂઢ ( codified ) થયા તેમાં