Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
ઉપાદૂલાત
રબાબ તે શું ? –દિ. શ્રતસાગરે તત્વાર્થવૃત્તિ કિંવા તાત્પર્ય ( લ. વિ. સં. ૧૫૭૫ માં “તત' શબ્દ સમજાવતી વેળા દરને એક જાતનું “અંધાવાદિત્ર’ કહી એને લેકે “રબાબ' તરીકે ઓળખે છે એવો નિર્દેશ કર્યો છે. સા.ગૂ જેમાં રખાબને અર્થ “એક તંતુવાઘે' એમ કરાય છે. બરખાબને બદલે પ. ૧૨માં “આજ શબ્દ છે તે શું સમુચિત છે?
પંચશબ્દ – આને ઉલ્લેખ વિ. સં. ૧૩૨૭માં રચાયેલ સપ્તક્ષેત્રિરાસુમાં પાંચ વાદ્યોનાં નામે સહિત કરાયો છે. પ્રસ્તુત પંક્તિઓ નીચે મુજબ છે –
“તિવિલા ઝાલરિ ભેરુ કરીિ કંસાલાં વાજઈ પંચશબ્દ મંગલીક હેતુ જિણભુવણુઈ છાજઇ ! પંચશબ્દ વાજંતિ ભાટુ અંબર બહિરંતી . ઈણ પરિ ઉછવું જિલ્થભુવણિ શ્રીસંધુ કરંત ૫૦
પર્ણચન્દ્રસૂરિએ રચેલા પંચદમ્હાતપત્રપ્રબન્ધના લગભગ અંતમાં “વસાનિનાવવ” એમ કહ્યું છે.
મહરાજકૃત નલદવદંતી હાસમાં “પંચશબ્દ પ્રયોગ જોવાય છે. આ રાસ સેનાપુરમાં વિ. સ. ૧૬૧૨માં રચાય છે. આ રાસની ૧૨૫મી કડી તેમ જ ૧૧૪૦મી કડી અત્ર અભિપ્રેત હોઈ એ હું ઉક્ત કરું –
૧. તબલાં, ઝાલર, ભેરી, કરડ અને કસાલા વાજે – આપશુ કવિઓ (પૃ. ૧૮૪). • : ૨ આ રાસ “પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા”માં અન્ય ૨ તરીકે ઇ. સ. ૧૯૫૪માં અજ્ઞાત કવિએ વિ.સં. ૧૫૩૯ પહેલાં રચેલા “નલ-દવદંતીચરિત્ર સહિત છપાયે છે. ઉપલબ્ધ ગુજરાતી નવ-ચરિત્રમાં આ ચરિત્ર પ્રાચીનતમ છે.