Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
સારીગમનું વિરાટ સ્વરૂપ – આ નામને મારે લેખ પ્રથમ પરિશિષ્ટ તરીકે અપાયો છે. જુઓ પૃ. ૯ર-૯૮. ' '
સ્વરેનાં સ્થાન – આ અંગે જીભને અગ્ર ભાગ ઇત્યાદિ બાબત મેં પૃ ૨૨માં દર્શાવી છે.
જીવનિશ્ચિત સ્વર – આની ઉત્પત્તિ દર્શાવતી વેળા કુકડો, કિલ, કૌંચ મેર, સારસ અને હંસ એ છ પક્ષીને તેમ જ ગાય, ઘેટું અને હાથી એ ત્રણ પશુઓને ઉલેખ કરાયો છે. જુઓ પૃ. ૧૨.
અનિશ્ચિત સ્વરે – આ સ્વરે કયા કયા વાઘમાંથી ઉદ્ભવે છે એને નિર્દેશ કરતી વેળા આડંબર, ગેધિકા, ગોમુખી, ઝલરી, મહાભેરી, મૃદંગ અને શંખ એ સાત વાદ્યોને ઉલ્લેખ કરાયો છે. સાહિત્ય સૌર સંમતિ (પૃ ૧૭૭)માં આડંબરને અર્થ “નગારું અને ગાધિકાને અર્થ “તબલું કરાયો છે.
સ્વરેનાં ફળ – ખજથી માંડીને પંચમ સ્વરે ગાનારને કોઈને કોઈ પ્રકારને લાભ થાય છે જ્યારે રેવત અને નિષાદ સ્વરે ગાનાર અધમતાને પામે છે. કહેવાની મતલબ એ છે કે પહેલા પાંચે સ્વરે શુભ ફળદાયી છે જ્યારે બાકીના બે અશુભ ફળદાયી છે.
સ્વરોના દેવતા – પુ. ૨૦માં નિષાદના દેવતા તરીકે આદિત્યને ઉલ્લેખ છે તે શું બીજા સ્વરના પણ દેવતાઓ છે અને એ હાય તો કયા તે જાણવું બાકી રહે છે.
ત્રણ ગ્રામ – ષડજ-ચામ, મધ્યમ-ગ્રામ અને ગાધાર-ગ્રામ એમ ત્રણ ગ્રામે છે. આ ઉપરાંત નાન્હાવર્ત, છમૂ અને સુભદ્ર એવાં પણું નામ છે. જુઓ પૃ. ૨૪.