Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
ઉપોદઘાત
ઉત્તર (અ. ૧૩, . ૧૪)માં સંભૂત જે બ્રહ્મદત્ત ચક્રવર્તી તરીકે ઉત્પન્ન થયો હતો તે ચક્રવત ગુણસારરૂપે જન્મેલા અને દીક્ષા લીધેલા એવા ચિત્રના જીવને ઉદ્દેશીને કહે છે કે હે ભિક્ષ ! નૃત્યો, ગીત અને વાદ્યોની સાથે સ્ત્રીવર્ગથી પરિવૃત થઈ આ ભોગે ભેગ. આમ અત્ર સંગીતનાં ત્રણ અંગોને ઉલેખ છે.
પૂજા – ભક્તિમાર્ગને વિશેષ પ્રચાર થયો અને વલભી’ સંપ્રદાયે ગુજરાતમાં પિતાને પગદડે જમાવ્યો ત્યારે ભક્તિની અસરથી સત્તરમી સદીમાં જૈનોને હાથે “પૂજા-સાહિત્ય રચાયું. ખરતરગઝીય સાધુઝીતિએ વિ. સં. ૧૬૧૮માં અને ઉપાધ્યાય સકલચન્દ્ર
એ અરસામાં - વિ. સં. ૧૬૪૩ કરતાં પહેલાં “સત્તરભેદી પૂજા’ નામની એકેક કૃતિ રચી છે. એમાં છેલ્લી ત્રણ પૂજાનાં નામો ગીત-પૂજ, નત્ય-પૂજા અને વાઘ-પૂજા છે. દયારામે જેમ ગરબીઓ રચી છે તેમ વીરવિજયે ગરબી જેવાં ગીતે, પૂજા વગેરે રચ્યાં છે. એમણે – જૈનેના દયારામે “ચોસઠપ્રકારી પૂજા’ તેમ જ “નેવ્વાણુપ્રકારી પૂજા પણ રચી છે. આ પૂજારૂપ કૃતિઓ ગીત, નૃત્ય અને વાદ્ય ઉપર પ્રકાશ પાડે છે. સ્થળસંકેચને લઈને એમાં અપાયેલી વિગતો મારે જતી કરવી પડે છે.
૧ જુએ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” (પૃ. ૬૦૮). આ સંબંધમાં
મે “ ગુજરાતી જન ભક્તિસાહિત્ય : પૂજાઓ અને પૂજનવિધિ” નામને લેખ લખે છે અને એ ત્રણ કટકે “ આત્માનંદ પ્રકાશ”
(પુ. ૬૯, અં. ૯ અને ૧૨ તથા પુ. ૭૦, . ૧)માં છપાયે છે. . ૨ એમણે “એક્કસ પ્રકારી પૂજા” પણ રચી છે. એમાંની અંતિમ ત્રણ
પૂજા ગીત, નાટ્ય અને વાઘ અંગેની છે. ૩ પ્રોતવિમલે વિ. સં. ૧૯૫૬માં અષ્ટપકારી ન રાસ રચ્યો છે.