Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 13
________________ مه ته له v $ સંયમીઓના નિયમો-અભિગ્રહો ૧. હુજ ઓછામાં ઓછી એકાબેત્રણ ગાથા ગોખ્યા પછી જ ગોચરી-પાણી વાપરીશ. હું કાળ-સઝાય અવસરે જ સ્વાધ્યાય કરીશ. હું રોજ ૨૮/૧૦ કલાકનો સ્વાધ્યાય કરીશ. હું કાજો લીધેલી જગ્યાએ જ સ્વાધ્યાય કરીશ. હું દંડાસનથી જ કાજો લઈશ, અને સુપડીમાં ભેગો કરીને જોઈને પરઠવીશ. હું મને પાઠ આપનારા સંયમીનું ઓછામાં ઓછું એક વસ્ત્ર સવાર-સાંજ પ્રતિલેખન કરીશ. હું સ્થાપનાચાર્યજીની હાજરીમાં જ પાઠ લઈશ | આપીશ. ૮. હું કોઈપણ ગ્રંથ ગુરુની કે નિશ્રાદાતાની રજા લઈને જ ભણીશ. સ્તવન-સઝાય પણ ગુરુની રજા ? લઈને જ ગોખીશ. ૯. હું ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્યભાસ્કર વગેરે કોઈપણ પ્રકારના છાપાઓ વાંચીશ નહિ. ૯. હું ચિત્રલેખા, અભિયાન વગેરે મેગેઝીનો, નવલકથાઓ વાંચીશ નહિ. ૧૦. હું એંઠા મુખે બોલીશ નહિ. ૧૧. માત્રાનો પ્યાલો કે સ્પંડિલનો પ્યાલો હાથમાં હોય ત્યારે હું નહિ બોલું. ૧૨. હું પુસ્તકોને કે વડીલોને પીઠ થાય એ રીતે નહિ બેસું. ૧૩. હું પુસ્તકોને કે વડીલોને પગ થાય એ રીતે નહિ બેસું, નહિ ઊંધું. ૧૪. હું જ્ઞાનની કોઈપણ વસ્તુ જમીન ઉપર નહિ મૂકું. ' ૧૫. હું ગોચરી વાપરતાં વાપરતાં પુસ્તક વગેરે કંઈપણ વાંચીશ નહિ. હું જેટલી ટપાલ લખીશ, એટલા લોગસ્સનો ઉભા ઉભા કાઉસગ્ન કરીશ / અથવા જેટલી ટપાલ લખીશ એટલી નવી ગાથાઓ ગોખીશ. ૧૭. હું પશુ-પંખીઓના અવાજ નહિ કરું અને તોતડા-બોબડા વગેરેના ચાળા નહિ પાડું. - ૧૮. હું મારા કાગળોની પારિઠાવણી વિધિપૂર્વક કરીશ. ગમે ત્યાં નાંખી દઇશ નહિ. ૪ ૧૯. હું ઓછામાં ઓછા દશવૈકાલિકસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ, ઓઘનિર્યુકિત, પિંડનિર્યુક્તિ, ઉતરાધ્યયનસૂત્ર, આચારાંગસૂત્ર આ પાંચ શાસ્ત્રો ટીકાપૂર્વક વાંચ્યા પહેલા તો વ્યાખ્યાન આપવાનું શરૂ નહિ જ કરું. હું પાંચતિથિ ઉપાશ્રયથી એક કી.મી.ની અંદર રહેલા ઓછામાં ઓછા એક દેરાસરે ચૈત્યપરિપાટી માટે જઈશ. છે ૨૧. વિહારમાં જે ગામ-શહેરમાં જે દેરાસરોના દર્શન પૂર્વે કદિ ન કર્યા હોય, તે તમામ દેરાસરોની છે ચૈત્યપરિપાટી કરીશ. ૨૨. હું ઉપાયથી ૧૦૦ ડગલાની અંદર રહેલા દેરાસરમાં સાંજે દર્શન કરીશ.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 294