________________
૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પણ છે. ગમે તે ધંધાર્થી અને કુટુંબી હોય તોપણ તે બચત સમય અને શક્તિનો ઉપયોગ સુસંસ્કારિતા મેળવવા અને વિકસાવવામાં કરી શકે. એટલું જ નહિ પણ તેણે તેમ કરવું પણ જોઈએ. નહિ તો તેની અને તેનાં સંતાનોની વચ્ચે એવી એક દીવાલ ઊભી થવાની કે સંતાન તેને ઉવેખશે અને તે સંતાનને ઉવેખશે. એવી સ્થિતિ કદી પણ ઈષ્ટ નથી કે જ્યારે સંતાનો કહે કે વડીલો વહેમી, જડ અને રૂઢિચુસ્ત છે; અને વડીલો કહે કે ભણેલા ગણાતા વિદ્યાર્થીઓ માત્ર હવામાં ઊડે છે. વડીલો અને વિદ્યાર્થીઓ વચ્ચેની ખાઈ વધારે ઊંડી ન બને તેનો રામબાણ ઈલાજ મુખ્યપણે વડીલોના હાથમાં જ છે, પછી ભલે ને તે ગમે તેવા ધંધાદારી અને કુટુંબી હોય. એ ઈલાજ એટલે તેમણે પોતે પોતાની સમજને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો તે.
– પ્રબુદ્ધ જૈન ૮. ૪૫.
તા. ૧૪-૭-૪પના રોજ સત્રારંભ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈના વિદ્યાર્થીઓ સમક્ષ કરેલું પ્રવચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org