________________
૮૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ અર્થો પકડીએ છીએ અને વ્યવહારમાં પડ્યા પછી અનુભવની વૃદ્ધિ સાથે એ અર્થોમાં કેવી રીતે સુધારા કે પુરવણી કરતા જઈએ છીએ.
બાળક છેક નાનું હોય ત્યારે એ ચિત્ર દ્વારા ચકલો, ઘોડો, હાથી અને મોટર જેવા શબ્દોનો અર્થ ગ્રહણ કરે છે. અમુક અમુક પ્રકારનો આકાર અને રંગ ધરાવનાર વસ્તુ તે બાળકને મન તે વખતે ચકલી, ઘોડો કે હાથી છે. પણ એ બાળક જેમ જેમ મોટું થાય અને જીવનવ્યવહારમાં પડે તેમ તેમ પ્રથમ ગ્રહણ કરેલ અર્થમાં તેને ફેરફાર અને સુધારો વધારો કરવો પડે છે. ઝાડ ઉપર બેઠેલ અને આકાશમાં ઊડતાં ચકલાં એ માત્ર ચિત્રગત ચકલાં નથી. આકૃતિ અને રંગની સમાનતા હોય તોય ઊડતાં અને ચિત્રગત ચકલાં વચ્ચે મહદ્ અંતર છે. આ અંતર જણાતાં જ ઉંમરલાયક બાળક પ્રથમનો અર્થ છોડી નવો અર્થ પકડે છે અને પછી કહે છે કે અમુક આકૃતિ અને અમુક રંગવાળું ચકલું પણ આપમેળે બેસે – ઊઠે છે, ચણે છે, ઊડે છે અને ચીં ચીં અવાજ પણ કરે છે. ચિત્રગત ઘોડા અને ચાલતા-દોડતા તેમજ ઘાસ ખાતા ઘોડા વચ્ચે કેટલુંક સામ્ય હોવા છતાં પણ મહદ્ અંતર હોય છે. ઉંમરલાયક થયેલ વ્યક્તિ ઘોડા ઉપર બેસે, તેને દોડાવે અને તેની સજીવ અનેક ચર્યા જુએ ત્યારે તે ચિત્ર ઉપર ગ્રહણ કરેલ ઘોડાના અર્થને વિસ્તારી તેનો નવો અર્થ ગ્રહણ કરે છે. હાથી શબ્દના અર્થની બાબતમાં પણ એમ જ છે. સડક ઉપર મોટરો દોડતી હોય ને રસ્તો ઓળંગવો હોય ત્યારે ચિત્ર દ્વારા ગ્રહણ કરેલ મોટર શબ્દનો અર્થ જ ધ્યાનમાં રહે તો એ માણસ અવશ્ય ચગદાઈ જાય. અને ચિત્ર દ્વારા ગ્રહણ કરેલ હાથીનો અર્થ મનમાં રહે તો તે માણસ કદી હાથી ઉપર બેસવાનું સુખ માણી ન શકે તે તેના પગ તળે ચગદાવાનો ભય ન રહે. જેમ જેમ વ્યવહારનું ક્ષેત્ર વિસ્તરતું જાય અને નવા અનુભવો થતા જાય તેમ તેમ આપણે નાની ઉંમરથી એકત્ર કરેલ ભાષાભંડોળના અર્થોમાં હંમેશાં વિકાસ અને સુધારો કરતા જ રહીએ છીએ, એટલે કે આપણી દષ્ટિને ઉત્તરોત્તર સમ્યક-યથાર્થ કરતાં રહીએ છીએ. તો જ આપણું જીવન અલના વિના ચાલે છે. જો આપણે પ્રથમ પ્રહણ કરેલ શબ્દનો અર્થ ઉત્તરોત્તર થતા નવા અનુભવને આધારે ને વધારીએ તો આપણું જીવનતંત્ર કદી સુસંવાદી બની શકે નહિ અને ડગલે ને પગલે મૂંઝવણ ઊભી થાય.
કેટલાક શબ્દો ઇન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ પડે છે, તો કેટલાક મનોગમ્ય વસ્તુને જ લાગુ પડે છે. જ્યાં શબ્દનો અર્થ ઇન્દ્રિયગમ્ય હોય ત્યાં તેના અર્થની પકડમાં સુધારાવધારો કરવાનું કામ સહેલું છે, પણ જ્યાં શબ્દનો અર્થ અતીન્દ્રિય કે મનોગમ્ય માત્ર હોય ત્યાં અર્થના સુધારાવધારાનું કામ કરવું બહુ અઘરું છે. ચકલો, ઘોડો, હાથી વગેરે ઇન્દ્રિયગમ્ય છે, એટલે ચિત્રગત અર્થ કરતાં એના સાચા અર્થ તરફ જતાં વાર નથી લાગતી. વળી કોઈ બાહ્ય ઇન્દ્રિયમાં ખોડખાંપણ હોય, વસ્તુ ખોટી રીતે સમજાય, તોપણ બીજી મારફત એ ભ્રાંતિનો સુધારો જલદી થાય છે. કમળાના રોગવાળો માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org