Book Title: Samaj Dharma ane Sanskruti
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 182
________________ ૨૬. સ્વરાજ્ય અને સુરાજ્ય હવે દેશ સ્વરાજ્યના સાતમા વર્ષમાં પ્રવેશ કરે છે તે વખતે પ્રજાએ, પ્રજાસેવકોએ, અમલદારોએ અને મુખ્ય મુખ્ય રાજ્યતંત્રવાહકોએ વિચાર કરવાની જરૂર છે કે પ્રાપ્ત થયેલું સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું હોય તો એ કેટલે અંશે ? તેમજ એ પણ વિચારવાનું પ્રાપ્ત થાય છે કે આખો સ્વરાજ્ય–સંચાલનનો ઝોક સુરાજ્યની જ દિશામાં છે કે કેમ? સ્વરાજ્ય અને સુરાજ્ય એક નથી એ કહેવાની જરૂર હોય જ નહિ. જો એક હોય તો કોઈને ફરિયાદનું કારણ રહે જ નહિ. સ્વરાજ્યના સાતમે વર્ષે પહોંચવા છતાં દેશમાં જ્યાં દેખો ત્યાં ફરિયાદ જ મુખ્યપણે સંભળાય છે. ફરિયાદ માત્ર પ્રજાની જ નહિ, પ્રજાસેવકોની પણ છે, અમલદારોની પણ છે, અને રાજ્યધુરાવાહકોની પણ છે. ફરિયાદો બધી સાચી જ અને સાધાર હોય છે એમ તો નહિ જ, છતાં એ બધી વાત જૂઠી અને નિરાધાર હોય છે એમ માની લેવું એ પણ એવી જ ભૂલ છે. ફરિયાદો સાંભળવી, તેનાં કારણોની શોધ કરવી, તેમાં યથાર્થતા કેટલી છે એ તપાસવું અને જો ફરિયાદનાં કારણો હોય તો તેને જલદીમાં જલદી નિવારવાં એ જીવતી જાગતી અને સુરાજ્યની અભિલાષા સેવતી જનતા તેમજ લોકશાહી સરકારનું અનિવાર્ય કર્તવ્ય છે. સ્વરાજ્ય એ તો આ કર્તવ્ય બજાવવાની ભૂમિકા પૂરી પાડે છે. બધી જાતની ફરિયાદોના હેવાલો ઉપરથી તેમજ એને નિવારવાના પ્રયત્નમાં દેખાતી મંદગતિ ઉપરથી એટલું તો નિર્વિવાદ કહી શકાય કે હજી સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું નથી. સુરાજ્ય નથી એનો અર્થ તે કુરાજ્ય જ છે અગર તો અરાજ્ય યા અરાજકતા છે એવો નથી થતો. એટલું તો કબૂલ કરવું જોઈએ કે સ્વરાજ્ય પ્રાપ્ત થયા પછીનાં છ વર્ષો એળે નથી ગયાં. દેશ વિશાળ છે, લોકો અનેક સૈકાઓની વહેમ તેમજ ભ્રમણાજાળથી ગ્રસ્ત છે. લોકોના હાડોહાડમાં અકર્મણ્યતા, આળસવૃત્તિ, બીજાઓ ઉપર આધાર રાખી સંતોષ માનવાની વૃત્તિ અને એ બધા ઉપર ધાર્મિકતાની પડેલી છાપ - એ બધું જોતાં કોઈ પણ સરકાર એકાએક ધાર્યો ફેરફાર કરી કે કરાવી શકે નહિ, તેમ છતાં મળેલું સ્વરાજ્ય સુરાજ્યની આગાહી તો આપે જ છે. એની દિશા સુરાજ્યની છે. તેનો મુખ્ય પુરાવો લોકશાહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232