________________
રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ • ૧૭૧ પંથગત અને જ્ઞાતિ-સમાજગત પરસ્પર વિરુદ્ધ જેવા દેખાતા આચાર-વ્યવહારો ઉપરાંત બધા જ પંથો, ધર્મો અને જ્ઞાતિ કે સમાજોને એકસરખી રીતે માન્ય હોય એવા પણ અનેક આચારો પ્રજાજીવનમાં પડ્યા છે, જેમ કે, ભૂતદયા--પ્રાણીમાત્ર પ્રત્યે રહેમથી વર્તવાની લાગણી, આતિથ્ય-ગમે તે આંગણે આવી પડે તો તેનો સત્કારઇષ્ટાપૂર્તસૌને ઉપયોગી થાય એ દૃષ્ટિએ કૂવા તળાવ આદિ નવાણો કરાવવાં, વટેમાર્ગુઓને આશ્રય અને આરામ આપવા ધર્મશાળા અને સદાવ્રત આદિ, અનાથ માટે આશ્રમો, બીમારો માટે સ્વાથ્યગૃહો, માંદા માટે દવાખાનાંઓ અને લાચાર પશુ-પંખી આદિ માટે પાંજરાપોળો અને ગોશાળાઓ ઈત્યાદિ. આ આચાઅથાઓ કાળજૂની છે અને તે નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે સુધરતી અને વિકસતી પણ રહી છે.
પંથ, સમાજ અને બૃહત્સમાજના જીવનમાં ઉપરના બે આચારસ્તરો ઉપરાંત એક એવો પણ આચારસ્તર છે કે જે સમાજ કે બૃહત્સમાજમાં દૃષ્ટિગોચર ન થાય છતાં સમાજની વિશિષ્ટ અને વિરલ વ્યક્તિઓનાં જીવનમાં એ ઓછેવત્તે અંશે પ્રવર્તતો હોય; છે એનું મૂલ્ય સૌની દૃષ્ટિમાં વધારે અંકાય છે, એટલું જ નહિ, પણ ઉપર સૂચવેલ આચારના બંને સ્તરોનું પ્રાણતત્ત્વ પ્રસ્તુત ત્રીજો જ આચારસ્તર છે.
તે સ્તર એટલે ચિત્ત અને મનના મળોને શોધવાનો આચાર. સંકુચિતતા, મારાતારાપણાની વૃત્તિ, ઊંચનીચભાવના વગેરે મનના મળો છે. એવા મળો હોય ત્યાં લગી પ્રથમ સૂચવેલ બંને આચારસ્તરોનું કોઈ સાચું મૂલ્ય નથી, અને આવા મળો ન હોય કે ઓછા હોય તો એટલા પ્રમાણમાં એ સૂચિત બંને સ્તરોના ધાર્મિક, સામાજિક અને સર્વસાધારણ આચારો માનવીય ઉત્કર્ષમાં જરાય આડે આવતા નથી, એટલું જ નહિ, પણ કેટલીક વારે તે ઉપકારક પણ બને છે. અત્યાર સુધીના ભારતીય અને ઇતર લોકોના આચાર-વ્યવહારને લગતી આ ટૂંકી રચના થઈ.
હવે જોવાનું એ રહે છે કે અત્યારની નવી સમસ્યાઓ મુખ્ય કઈ અને તેનાં મૂળ શેમાં છે ? તેમજ એ સમસ્યાઓને પહોંચી વળે એવો કયો સિદ્ધાંત છે કે જેના ઉપર નવા સદાચારોની માંડણી થઈ શકે ? આજની નવી સમસ્યા એકસૂત્રી રાષ્ટ્રનિર્માણના વિકાસ અને તેની સ્થિરતા સાથે સંકળાયેલી છે. હવે કોઈ એક નાનોમોટો પંથ કે જ્ઞાતિસમાજ પોતાનો ધાર્મિક કે સામાજિક આચાર અગર નિઃશ્રેયસલક્ષી ધર્મ ત્યાં લગી નિર્વિબ પાળી કે નભાવી શકે તેમ છે જ નહિ કે જ્યાં લગી તે પોતે જેનો સભ્ય છે તે રાષ્ટ્ર અને દેશનાં સામૂહિક હિતની દૃષ્ટિએ પોતાનું વર્તન ન ઘડે.
વિશ્વમાનવતાના વિકાસના એક પગથિયા લખે અને ઉપસ્થિત એકતંત્રી કે એકસૂત્રી રાષ્ટ્રજીવનના નિર્વાહની દૃષ્ટિએ અત્યારની બધી જ સમસ્યાઓ પહેલાં કરતાં બહુ જટિલ અને મોટી છે. આજે એક તરફ સામ્યવાદ અને સમાજવાદ સક્રિય કામ કરતો હોય ત્યારે બીજી તરફ સાથોસાથ એકાંગી મૂડીવાદ કે વ્યક્તિગત લાભની દૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org