________________
૧૭૨ - સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
અને સંગ્રહખોરી ટકી ન જ શકે — તેની અથડામણી અનિવાર્ય છે. લાખો નહિ, કરોડોને દલિત અને ગલિત જાણવા છતાં પોતાની જાતને ઊંચી માનવાનું વલણ હવે કદી ખટકવા વિના રહી જ ન શકે. સીમાની પેલી પાર અને સીમાની આસપાસ કે સીમાની અંદર, ભયની લાગણીઓ થતી હોય ત્યારે, કોઈ એક વ્યક્તિ, પંથ કે સમાજ ગમે તેવા રક્ષણબળથી પણ પોતાની સલામતી ન કલ્પી શકે કે ન સાચવી શકે.
ટૂંકમાં આજની આર્થિક, સામાજિક અને રાજકીય બધી સમસ્યાઓનું મૂળ, સમષ્ટિહિતની દૃષ્ટિએ મુખ્યપણે વિચાર કર્યા વિના, અંગત કે વૈયક્તિક હિતની દૃષ્ટિએ જ વિચા૨ ક૨વામાં અને એવા વિચારને આધારે પડેલ સંસ્કારો પ્રમાણે વર્તવામાં રહેલું છે. તો પછી પ્રશ્ન એ જ વિચારવાનો રહે છે કે એવો કયો દૃષ્ટિકોણ છે કે જેને આધારે સદાચારનું નવું નિર્માણ જરૂરી છે ?
ઉત્તર જાણીતો છે અને તે જમાનાઓ પહેલાં અનેક સંતોએ વિચાર્યો પણ છે. દરેક પંથના મૂળમાં એનું બીજ પણ છે અને છેલ્લે છેલ્લે મહાત્મા ગાંધીજીએ એને જીવન દ્વારા મૂર્ત પણ કરેલ છે. તે સિદ્ધાંત એટલે પ્રત્યેક વ્યક્તિએ સમષ્ટિહિતની દૃષ્ટિએ જ વિચારતાં અને વર્તતાં શીખવું તે. જ્યાં જ્યાં વ્યક્તિગત અને સમષ્ટિગત હિતનો વિરોધ દેખાય ત્યાં ત્યાં સમષ્ટિના લાભમાં વ્યક્તિએ અંગત લાભ જતો કરવો એ જ બધી સમસ્યાઓનો ઉકેલ છે. જેમ માતૃભાષા અને પ્રાંતીય ભાષાના ભેદો હોવા છતાં રાષ્ટ્ર માટે એક રાષ્ટ્રીયભાષા અનિવાર્ય રીતે આવશ્યક છે, જેમ વૈજ્ઞાનિક વિષયોનું અને સત્યોનું શિક્ષણ સૌને માટે એકસરખું હોય છે ને તે ઉપકારક પણ બને છે, અને આ દૃષ્ટિએ કેળવણીની સંસ્થાઓ બાળકોમાં સંસ્કાર પોષે છે, સમજદાર વડીલો એ રીતે બાળકોને ઉછેર છે તે જ રીતે હવે કુટુંબ, નાત અને શિક્ષણસંસ્થાઓ બધાં મારફત આ એક જ સંસ્કાર પોષવો અને વિકસાવવો આવશ્યક છે કે સમષ્ટિનું હિત જોખમાય તે રીતે ન વિચારાય, ન વર્તાય. આ સંસ્કારને આધારે જ હવેના સદાચારો યોજવામાં આવે તો જ આજની જટિલ સમસ્યાઓનો કાંઈક ઉકેલ આવી શકે, અન્યથા કદી નહિ.
જેણે આત્મૌપમ્યની વાત કહી હતી. અગર જેણે અદ્વૈતનું દર્શન કર્યું હતું કે જેણે અનાસક્ત કર્મયોગ દ્વારા લોકસંગ્રહની વાત કહી હતી તેણે તો તે જમાનામાં એક દર્શન કે એક સિદ્ધાંત રજૂ કર્યો હતો અને સાથે સાથે સૂચવ્યું હતું કે જો માનવજાત સુખે જીવવા માગતી હોય તો એ દર્શન અને સિદ્ધાંત પ્રમાણે આચારો અને વ્યવહારો યોજે. પણ દુર્દેવ એવું કે એ સિદ્ધાંતો ખૂણેખૂણે ગવાતા તો રહ્યા, પણ ગાનારા અને સાંભળનારા બંનેનો આચા૨-વ્યવહાર ઊલટી જ દિશામાં ! પરિણામ ઇતિહાસે નોંધ્યાં છે અને અત્યારે પ્રત્યક્ષ છે. હવે, કાં તો એ સિદ્ધાંતો વ્યવહાર્ય નથી એમ કહેવું જોઈએ અને કાં તો એને મોટા પાયા ઉપર અમલી બનાવવા જોઈએ. અન્ય રાષ્ટ્રોનું સંગઠન જોતાં એમ માનવાને કશું જ કારણ નથી કે તે સિદ્ધાંતો અવ્યવહાર્ય છે. તેથી અને જીવન જીવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org