________________
વિચારકણિકા • ૧૮૫ ઊંડો વિચાર કર્યો હોય તો તે હું નથી જાણતો. કોઈ એક પણ પ્રાણી દુઃખી હોય તો હું સુખી સંભવી જ ન શકું, જ્યાં લગી જગત દુઃખમુક્ત ન હોય ત્યાં લગી અરસિક મોક્ષથી શો લાભ? એવા વિચારની મહાયાન ભાવના બૌદ્ધ પરંપરામાં ઉદય પામેલી. એ જ રીતે દરેક સંપ્રદાય સર્વ જગતના ક્ષેમકલ્યાણની પ્રાર્થના કરે છે અને આખા જગત સાથે મૈત્રી બાંધવાની બ્રહ્મવાર્તા પણ કરે છે; પરંતુ એ મહાયાન ભાવના કે બ્રહ્મવાર્તા છેવટે વૈયક્તિક કર્મફતવાદના દઢ સંસ્કાર સાથે અફળાઈ જીવન જીવવામાં વધારે ઉપયોગી સાબિત થઈ નથી. પૂ. નાથજી અને મશરૂવાળા બંને કર્મના નિયમને સામૂહિક જીવનની દૃષ્ટિએ વિચારે છે. મારા જન્મગત અને શાસ્ત્રીય સંસ્કાર વૈયક્તિક કર્મલ-નિયમના હોવાથી હું પણ એ જ રીતે વિચાર કરતો, પરંતુ જેમ જેમ તે ઉપર ઊંડો વિચાર કરતો ગયો તેમ તેમ મને લાગ્યું કે કર્મફલનો નિયમ સામૂહિક જીવનની દષ્ટિએ જ વિચારવો ઘટે અને સામૂહિક જીવનની જવાબદારીના ખ્યાલથી જ જીવનનો પ્રત્યેક વ્યવહાર ગોઠવવો તેમજ ચલાવવો ઘટે. એક કાળે વૈયક્તિક દષ્ટિ પ્રધાનપદ ભોગવતી હોય ત્યારે તે જ દૃષ્ટિએ તે કાળના ચિંતકો અમુક નિયમો બાંધે. તેથી તે નિયમોમાં અર્થવિસ્તાર સંભવિત જ નથી એમ માનવું તે દેશકાળની મર્યાદામાં સર્વથા જકડાઈ જવા જેવું છે. સામૂહિક દૃષ્ટિએ કર્મફલનો નિયમ વિચારીએ કે ઘટાવીએ ત્યારે પણ વૈયક્તિક દૃષ્ટિનો લોપ તો થતો જ નથી; ઊલટું સામૂહિક જીવનમાં વૈયક્તિક જીવન પૂર્ણપણે સમાઈ જતું હોવાથી વૈયક્તિક દૃષ્ટિ સામૂહિક દૃષ્ટિ સુધી વિસ્તરે છે અને વધારે શુદ્ધ બને છે. કર્મલના કાયદાનો સાચો આત્મા તો એ જ છે કે કોઈ પણ કર્મ નિષ્ફળ જતું નથી અને કોઈ પણ પરિણામ કારણ વિના ઉત્પન થતું નથી. જેનું પરિણામ તેવું જ તેનું કારણ હોવું જોઈએ. સારું પરિણામ ઇચ્છનાર સારું કર્મ ન કરે તો તે તેવું પરિણામ પામી શકે નહિ. કર્મફળનિયમનો આ આત્મા સામૂહિક દૃષ્ટિએ કર્મલનો વિચાર કરતાં લેશ પણ લોપાતો નથી. માત્ર તે વૈયક્તિક સીમાના બંધનથી મુક્ત થઈ જીવનવ્યવહાર ઘડવામાં સહાયક બને છે. આત્મસમાનતાના સિદ્ધાંત પ્રમાણે કે આત્માદ્વૈતના સિદ્ધાંત પ્રમાણે ગમે તે રીતે વિચાર કરીએ તોય એક વાત સુનિશ્ચિત છે કે કોઈ વ્યક્તિ સમૂહથી સાવ અળગી છે જ નહિ, અને રહી શકે પણ નહિ. એક વ્યક્તિના જીવનઇતિહાસના લાંબા પટ ઉપર નજર નાખી વિચાર કરીએ તો આપણને તરત દેખાશે કે તેના ઉપર પડેલ અને પડતા સંસ્કારોમાં સીધી કે આડકતરી રીતે બીજી અસંખ્ય વ્યક્તિઓના સંસ્કારોનો હાથ છે, અને તે વ્યક્તિ જે સંસ્કાર નિર્માણ કરે છે તે પણ માત્ર તેનામાં જ મર્યાદિત ન રહેતાં સમૂહગત અન્ય વ્યક્તિઓમાં સાક્ષાત્ કે પરંપરાથી સંક્રમણ પામ્ય જ જાય છે. ખરી રીતે સમૂહ યા સમષ્ટિ એટલે વ્યક્તિ કે વ્યષ્ટિનો પૂર્ણ સરવાળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org