________________
વિચારકણિકા • ૧૮૯ જીવનનું બલિદાન આપનાર જલકણનું દત્ત, અને ચિત્તસ્થિતિનો ચિતાર આપવા પ્રસંગે વાપરેલ જંગલમાં ઊગી આવેલ ઝાડીઝાંખરાંનું દૃષ્ટાન્ત પૃ. ૧૨૬). આવાં તો અનેક દૃષ્ટાંતો વાચકને મળશે અને તે ચિંતનનો ભાર હળવો કરી ચિત્તને પ્રસન્નતા પણ આપશે. જ્યારે તેઓ કોઈ પદ્ય રચે છે ત્યારે એમ લાગે છે કે જાણે તે માર્મિક કવિ હોય. આનો દાખલો પૃ. ૫૬માં મળી આવશે. ‘નયામેં નીના રો વિના' એ બ્રહ્માનંદની કડીનું કટાક્ષપૂર્વક રહસ્ય ખોલતાં જે નવું ભજન તેમણે રચ્યું છે તેનો ભાવ અને ભાષા જે જોશે તે મારા કથનની યથાર્થતા સમજી શકશે. પ્રાચીન ભક્તો કે પ્રાચીન શાસ્ત્રોના ઉદ્દગારોનો ઊંડો મર્મ તેઓ કેવી રીતે દર્શાવે છે એનો નમૂનો પૃ. ૩૫ પર મળશે. એમાં હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું એ મીરાંની ઉક્તિનું એટલું બધું ગંભીર રહસ્ય પ્રગટ કર્યું છે અને તેને ગીતાના ‘માપૂર્વમાનવનપ્રતિષ્ઠ' એ શ્લોકના રહસ્ય સાથે સંવાદી બનાવ્યું છે કે વાંચતાં અને વિચારતાં તૃપ્તિ જ થતી નથી. ફરી ફરી એના સંવાદનો રણકાર ચિત્ત ઉપર ઊડ્યા જ કરે છે.
શ્રી મશરૂવાળાનાં બધાં લખાણોમાં નજરે ચડે એવી નીરક્ષીરવિવેકી લાક્ષણિકતા એ છે કે તેઓ વારસાગત કે બીજી કોઈ પણ પરંપરામાંથી સાર-અસારને બહુ ખૂબીથી તારવી કાઢે છે અને સાર ભાગને જેટલી સરળતાથી અપનાવી લે છે તેટલી કઠોરતાથી અસાર ભાગના મૂળ ઉપર કુઠારાઘાત કરે છે.
આવું તો અત્રે ઘણું દર્શાવી શકાય, પણ છેવટે તો વિરામ લીધે જ છૂટકો."
૧. શ્રી કિશોરલાલ ધ. મશરૂવાળાના પુસ્તક સંસાર અને ધર્મની ભૂમિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org