________________
વિચારકણિકા • ૧૮૩ ૧. ધર્મ અને તત્ત્વચિંતનની દિશા એક હોય તો જ બંને સાર્થક બને. ૨. કર્મ અને તેના ફલનો નિયમ માત્ર વૈયક્તિક ન હોઈ સામૂહિક પણ છે.
૩. મુક્તિ, કર્મના વિચ્છેદમાં કે ચિત્તના વિલયમાં નથી, પણ બંનેની ઉત્તરોત્તર શુદ્ધિમાં છે.
૪. માનવતાના સદ્દગુણોની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિ એ જ પરમ ધ્યેય છે.
૧. તત્ત્વજ્ઞાન એટલે સત્યશોધનના પ્રયત્નમાંથી ફલિત થયેલા અને ફલિત થતા સિદ્ધાંતો. ધર્મ એટલે એવા સિદ્ધાંતોને અનુસરીને જ નિર્માણ થયેલો વૈયક્તિક તેમજ સામૂહિક જીવનવ્યવહાર. એ ખરું છે કે એક જ વ્યક્તિ કે સમૂહની યોગ્યતા તેમજ શક્તિ સદા એકસરખી નથી હોતી. તેથી ભૂમિકા અને અધિકારભેદ પ્રમાણે ધર્મમાં અંતર હોવાનું. એટલું જ નહિ, પણ ધર્માચરણ વધારે પુરુષાર્થની અપેક્ષા રાખતું હોવાથી તે ગતિમાં તત્ત્વજ્ઞાનથી પાછળ પણ રહેવાનું. છતાં જો આ બંનેની દિશા જ મૂળમાં જુદી હોય તો તત્ત્વજ્ઞાન ગમે તેટલું ઊંડું અને ગમે તેવું સારું હોય છતાં ધર્મ એના પ્રકાશથી વંચિત ન રહે અને પરિણામે માનવતાનો વિકાસ અટકે. તત્ત્વજ્ઞાનની શુદ્ધિ, વૃદ્ધિ અને પરિપાક જીવનમાં ધર્મને ઉતાર્યા સિવાય સંભવી જ ન શકે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના આલંબન વિનાનો ધર્મ, જડતા તેમજ વહેમથી મુક્ત થઈ ન શકે. એટલા માટે બંનેમાં દિશાભેદ હોવો ઘાતક છે. આ વસ્તુને એકાદ ઐતિહાસિક દાખલાથી સમજવી સહેલી પડશે. ભારતીય તત્ત્વજ્ઞાનના ત્રણ યુગ સ્પષ્ટ છે. પહેલો યુગ આત્મવૈષમ્યના સિદ્ધાંતનો, બીજો આત્મસમાનતાના સિદ્ધાંતનો અને ત્રીજો આત્માતના સિદ્ધાંતનો. પહેલા સિદ્ધાન્ત પ્રમાણે એમ મનાતું કે દરેક જીવ મૂળમાં સમાન નથી, પ્રત્યેક સ્વકર્માધીન છે અને દરેકના કર્મ વિષમ અને ઘણી વાર વિરુદ્ધ હોઈ તે પ્રમાણે જ જીવની સ્થિતિ અને તેનો વિકાસ હોઈ શકે. આવી માન્યતાને લીધે બ્રાહ્મણકાળના જન્મસિદ્ધ ધર્મો અને સંસ્કારો નક્કી થયેલા છે. એમાં કોઈ એક વર્ગનો અધિકારી પોતાની કક્ષામાં રહીને જ વિકાસ કરી શકે, પણ તે કક્ષા બહાર જઈ વર્ણાશ્રમધર્મનું આચરણ કરી ન શકે. ઇન્દ્રપદ કે રાજ્યપદ મેળવવા માટે અમુક ધર્મ આચરવો જોઈએ, પણ તે ધર્મ હરકોઈ આચરી ન શકે અને હરકોઈ તેને આચરાવી પણ ન શકે. આનો અર્થ એ જ થયો કે કર્મકૃત વૈષમ્ય સ્વાભાવિક છે અને જીવગત સમાનતા હોય તોય તે વ્યવહાર્ય તો નથી જ. આત્મસમાનતાના બીજા સિદ્ધાંત પ્રમાણે ઘડાયેલો આચાર આથી સાવ ઊલટો છે. એમાં ગમે તે અધિકારી અને જિજ્ઞાસુને ગમે તેવા કર્મસંસ્કાર દ્વારા વિકાસ કરવાની છૂટ છે. એમાં આત્મૌપજ્યમૂલક અહિંસાપ્રધાન યમનિયમોના આચરણ ઉપર જ ભાર અપાય છે. એમાં કર્મકૃત વૈષમ્યની અવગણના નથી, પણ સમાનતાસિદ્ધિના પ્રયત્નથી તેને નિવારવા ઉપર જ ભાર અપાય છે. આત્માદ્વૈતનો સિદ્ધાંત તો સમાનતાના સિદ્ધાંતથી પણ આગળ જાય છે. તેમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કોઈ વાસ્તવિક ભેદ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org